HomeNewsસુરતમાં 39 લાખની હીરા લૂંટ પ્રકરણમાં કાળુ જેતાણીની ગેંગ ઝડપાઈ

સુરતમાં 39 લાખની હીરા લૂંટ પ્રકરણમાં કાળુ જેતાણીની ગેંગ ઝડપાઈ


  • કતારગામ પોલીસ મથકની પાછળથી થઇ હતી લાખોના હીરાની લૂંટ
  • ભાવનગરનાં રીઢા ગુનેગાર કાળુ જેતાણીની આખી ગેંગ પકડાઈ
  • ગત સપ્ટેમ્બર મહિનામાં હીરાના કારખાના માંથી થઇ હતી લૂંટ

સુરતમાં ગત સપ્ટેમ્બર મહિનામાં થયેલ 39 લાખના હીરાના લૂંટ કેસમાં સુરત પોલીસ ક્રાઈમ બ્રાંચને મોટી સફલતા મળી છે. પોલીસે લૂંટ કેસમાં ભાવનગરના કુખ્યાત કાળુ જેતાણીની ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગતો એવી છે કે, ગત 12મી સપ્ટેમ્બરના રોજ, સુરતના કતારગામ પોલીસ મથકની પાછળ જ આવેલા જેરામ મોરારની વાડીમાં હીરાનું કારખાનું ધરાવતાં કનૈયાલાલ પ્રજાપતિ, સાંજે સાત વાગ્યે રાબેતા મુજબ કારખાનું બંધ કરી પાર્કિંગમાં આવ્યા હતા. પોતાની મોપેડ પાસે જઇ રહ્યા હતા ત્યારે એક યુવક ચાલતો ચાલતો તેમના તરફ આવ્યો હતો. તે યુવકે આ કારખાનેદારને “મારે તમારે ત્યાં નોકરીએ બેસવું છે” એવું કહી વાતોમાં વ્યસ્ત રાખી પાછળથી આવેલાં અન્ય સાગરિતો સાથે હુમલો કરી દીધો હતો. પાર્કિંગમાં ધસડી જઇ મોઢામાં ડૂચો મારી, ગળું દબાવી ઝપાઝપી કરી તેમના હાથમાંથી હીરા ભરેલી બેગ ઝુંટવી લીધી હતી. બેગ લૂંટી બદમાશો ભાગી ગયા હતા.

See also  घारी सिर्फ मिठाई नहीं बल्कि त्योहार का प्रतीक बन गया

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આ ગુનામાં ભાવનગરના ચક્ચારી હમીર વશરામ મર્ડરથી ચર્ચાસ્પદ બનેલો અને અપહરણ તથા બુટલેગિંગમાં ઝડપાઇ ચૂકેલા કાળુ ઉર્ફે દાઉદ નાનજી જેતાણીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. હાલ વડોદરાના કરજણ કેનાલ રોડ ઉપર ઇ.ડબલ્યુ.એસ. આવાસમાં રહેતો હોવાની માહિતી વચ્ચે ક્રાઇમ બાન્ચની ટીમે તેને તથા લૂંટમાં સામેલ શૈલેષ નટવર વાધેલા (રહે. નંદનપાર્ક સોસા., વરાછા, મૂળ નારી ગામ જિલ્લો, ભાવનગરા, રાજેશ ઉર્ફે રાજુ મનુ ભીલ (રહે, ગોકુળ નગર, કાપોદ્રા, મૂળ સરતાનપર ગામ, ભાવનગર) તથા લૂંટના હીરા વેચવામાં મદદ કરનાર મૂળ ભાવનગરના વતની અને હાલ લસકાણાગામ બજરંગ નગરમાં રહેતાં મેહુલ ઉર્ફે શૈલેષ બટુક દોંડાની પણ ધરપકડ કરી હતી.

કારખાનામાં કામ કરતાં રત્નકલાકારે જ ટીપ આપી

See also  બિહાર ગેંગવોરના હત્યારાને સુરત ક્રાઈમબ્રાંચે દબોચી લીધા, બે કુખ્યાત ગેંગ વચ્ચે 8 ડિસેમ્બરે ગેંગવોર થઈ હતી

આ દરખાનેદાર રોજ સાંજે કારખાનું બંધ કરી હીરા સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકવા જતા હોવાની વાત અહીં કામ કરતાં રવિન્દ્ર ઉર્ફે બાબર રામજી કંડોડીયા પણ ભાવનગરનો જ વતની હોઇ તેણે કાળુને કરી હતી. લૂંટમાંથી આ કર્મચારીને પણ હીસ્સો મળ્યો હતો. પોલીસે આ કર્મચારીને પણ દબોચી લીધો હતો.

વડોદરાના આજવા રોડ ઉપર લૂંટ કરવાનો પ્લાન હતો

આ ગેંગને ઝડપી લેવાથી વડોદરાના આજવા રોડ ઉપર થતી એક લૂંટ રોકી શકાઇ હતી. આરોપીઓના જણાવ્યા પ્રમાણે સુરતની લૂંટમાં સફળતા મળતાં તેનો બીજી મોટી લૂંટ કરવાની ફિરાકમાં હતા. વડોદરાના આજવા પાસેના ગામમાં મોટો ટાર્ગેટ પણ નક્કિ કર્યો હતો. જોકે પ્લાન અમલમાં મૂકે તે પહેલાં જ સુરત પોલીસે ઝડપી લેતા જેને ત્યા લૂંટ થવાની હતી તેમને એલર્ટ કરાયા હતા.

See also  રાડો, નાડીદોષના ફરાર પ્રોડ્યુસર મુન્ના શુક્લાના સાળા દેવેશ તિવારીની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read