HomeNewsસુરતમાં 27 દિવસ અગાઉ પરણેલી પાલનપુરની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં મોતની છલાંગ

સુરતમાં 27 દિવસ અગાઉ પરણેલી પાલનપુરની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં મોતની છલાંગ


  • યુવતી મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહી નીકળી હતી
  • સ્મીમેરમાં તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાયું
  • તાપી નદીના કિનારે હનુમાન ટેકરી નજીકથી લાશ મળી 

સુરતમાં મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળેલી પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટની બુધવારે સવારે હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. 27 દિવસ પહેલા જ પરણેલી ફિઝિયોથેરાપિસ્ટે તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહ્યું છે. તેણીના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.

બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ (ઉં.વ.25) ફિઝિયોથેરાપિસ્ટ હતી. તેણીના 27 દિવસ પહેલાં જ ઓનલાઈનના વ્યવસાય સંકળાયેલા ડેરીકભાઈ સાથે લગ્ન થયા હતા. દરમિયાન બુધવારે સવારે હેમાંગીબેનની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડયો હતો. જ્યાં તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવની તપાસકર્તા એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, હેમાંગીબેને નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પરંતુ તેણીના આપઘાત પાછળનું જાણી શકાયું નથી. તેણીના પિયરપક્ષ તરફથી પણ હાલ કોઈ ફરિયાદ નથી. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

See also  ઈલેક્ટ્રીક વાહન વાપરો છો? સુરતમાં ચાર્જિંગમાં મુકેલી બેટરી ફાટતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ

રાંદેર પોલીસમાં ગુમની ફરિયાદ આપી હતી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હેમાંગીબેન મંગળવારે બપોરે નોકરી પરથી ઘરે આવી હતી. પરંતુ તેણીનો ઉપવાસ હોય પતિ ડેરીકભાઈ સાથે વાતચીત કરી મોપેડ લઈ ફરી નોકરીએ નીકળી ગઈ હતી. જોકે, બપોર બાદ ક્લિનિકના ડોક્ટરે ડેરીકભાઈને ફોન કરી હેમાંગીબેન ક્લિનિક પર કેમ આવ્યાં નહીં? એવો પ્રશ્ન કરતા તેઓ ચોંકી ગયા હતા. ત્યારબાદ ડેરીકભાઈએ ભરીમાતા રોડ સ્થિત હેમાંગીબેનના પિયરમાં ફોન કર્યો હતો. પરંતુ હેમાંગીબેન ત્યાં પણ ગઈ નહોતી. જેને પગલે પરિવારના સભ્યોએ હેમાંગીબેનની શોધખોળ શરૂ કરી હતી અને આખરે રાત્રે દસેક વાગે રાંદેર પોલીસમાં તેણીના ગુમ થયાની ફરિયાદ આપી હતી.

બુધવારે સવારે મોબાઈલની રિંગ વાગી હતી

See also  સુરત સિવિલમાંથી એમ્બ્યુલન્સનો ડ્રાયવર લાશ પીએમ વગર લઈ જતા વિવાદ

પોલીસે વધુમાં કહ્યું હતું કે, પરિવારના સભ્યોએ હેમાંગીબેનનો સંપર્ક કરવા મોબાઈલ પર વારંવાર કોલ કર્યો હતો. પણ મોબાઈલ સ્વિચ ઓફ આવતો રહ્યો હતો. દરમિયાન બુધવારે સવારે સાડા છ વાગ્યાના આસપાસ હેમાંગીબેનના મોબાઈલની રિંગ વાગી હતી, પરંતુ તેણીએ ફોન ઉપાડયો નહોતો. મોબાઈલનું લોકેશન હનુમાન ટેકરીની આસપાસનું આવતા અને પરિવારના સભ્યોએ ત્યાં જઈ તપાસ કરતા નદીમાંથી તેણીની લાશ મળી આવી હતી. ત્યારબાદ આખો મામલો સિંગણપોર પોલીસ સુધી પહોંચ્યો હતો. સિંગણપોર પોલીસે હેમાંગીબેનનો મોબાઈલ ફોન કબજો લઈ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read