HomeNewsસુરતમાં 2019માં 70 હજાર રખડતા કુતરા હતા હાલમાં સંખ્યા 80 હજારથી વધુ

સુરતમાં 2019માં 70 હજાર રખડતા કુતરા હતા હાલમાં સંખ્યા 80 હજારથી વધુ


Updated: Jan 8th, 2023


કુતરાઓનું ઝુંડ ટુ-વ્હીલરચાલકોને ઘેરી લે છેઃ રોજ 30થી 40 કુતરાના ખસીકરણની મ્યુનિ. તંત્રની વાત વચ્ચે રખડતા કુતરાની સંખ્યામાં
વધારો _
બીજી તરફ
કુતરાઓ પર અત્યાચાર અંગે પણ પોલીસ ફરિયાદો થયેલી છે

                સુરત,

સુરત
મહાનગરપાલિકા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રખડતા કૂતરા પર થતા અત્યાચારની ફરિયાદ હતી
પરંતુ હાલમાં શહેરમાં રખડતા કુતરા નો આતંક શહેરમાં ચર્ચાનો  વિષય બની ગયો છે. શહેરમાં રખડતા કુતરાની સંખ્યા
80 હજારને
પાર થઇ ગઇ છે.

સુરત શહેરમાં
રખડતા કુતરા ની સમસ્યાના હલ માટે પાલિકા તંત્ર દ્વારા કુતરાના ખસીકરણ ની કામગીરી કરે
છે સુરત પાલિકા રોજના
30થી 40 કુતરાના ખસીકરણની કામગીરી કરે છે પરંતુ આ કામગીરી
સામે પણ કેટલાક વિવાદ હોવાથી આ કામગીરી પૂરી રીતે થઈ શકતી નથી. સુરત શહેરમાં
2019 માં અંદાજે 70 હજાર જેટલા કુતરા હોવાનો અંદાજ હતો. ખસીકરણની
કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ હાલમાં કુતરાની સંખ્યા
80
હજારથી ઉપર થઈ ગઈ છે.

See also  सूरत :  आस्तिक विचारधारा पर निर्धारित है आत्मवाद : युगप्रधान आचार्यश्री महाश्रमण  | सूरत

સુરત શહેરમાં
80 હજારથી વધુ
કુતરા છે તેમાંથી કેaટલાક વિસ્તારમાં કુતરા ના ઝુંડ લોકો માટે આફતરૃપ બની રહ્યા છે.
રાત્રીના સમયે કુતરાઓના ઝુંડ બાઈક ચાલકો માટે જોખમ ઉભુ કરી રહ્યાં છે.  જોકે
, કેટલીક સંસ્થા કુતરાઓ
સામે થતી કામગીરી સામે વિરોધ કરી રહ્યાં  હોવાથી
કુતરાનો ત્રાસ દુર કરવાની કામગીરી માત્ર દેખાડો બની રહી છે. તેના કારણે હવે સુરતમાં
રખડતા કુતરાનો ત્રાસ વધી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read