HomeNewsસુરતમાં 11મી જાન્યુઆરીએ યોજાશે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ

સુરતમાં 11મી જાન્યુઆરીએ યોજાશે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ


Updated: Jan 10th, 2023


– 10 વર્ષમાં બહારના દેશોમાંથી આવતા પતંગ રસિયાઓનું સંખ્યા વધી 

સુરત,તા.10 જાન્યુઆરી 2023,મંગળવાર

કોરોનાને કારણે શહેરમાં છેલ્લાં 2 વર્ષથી ઘણા તહેવારો, કાર્યક્રમો જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે બે વર્ષ બાદ હવે શહેરમાં છેલ્લાં 18 વર્ષથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ફરી એકવાર યોજાવા જઈ રહ્યો છે. જો કે સુરતમાં 10 વર્ષોમાં બહારના દેશોમાંથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

કોરોનાના બે વર્ષ બાદ સુરત મનપા દ્વારા સુરતની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશવિદેશના બાહોશ પતંગબાજોના અવનવા પતંગના પેચ લડાવશે. રિવર ફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 19 દેશોના પતંગબાજો આવશે. આ સાથે દેશનાં અલગ અલગ રાજ્યો માંથી પણ પતંગબાજો આવશે. સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા 18 વર્ષથી ઉજવાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા દસ વર્ષમાં બહારના દેશો માંથી આવતા પતંગબાજોની અને દેશોની સંખ્યામાં વધારો નોંધાયો છે. વર્ષ મુજબ વાત કરવામાં આવે તો વર્ષ 2013માં 19 દેશના 49 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે વર્ષ 2015માં માત્ર 7 દેશોએ ભાગ લીધો હતો, જેમાંથી 22 જેટલા પતંગબાજો સુરત ખાતે આવ્યા હતા. જો કે સૌથી વધુ પતંગબાજો વર્ષ 2017 માં બહાર દેશોમાંથી 52 જેટલા આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2019 માં 16 દેશોમાંથી 49 જેટલા પતંગબાજો સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સામેલ થયા હતા. સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ખાસ કરીને આર્જેન્ટિના, બલ્ગેરિયા, ફિનલેન્ડ ક્રોએશિયા, બેલારૂસ, બ્રાઝીલ, ઇસ્ટોનિયા, કેમરૂન, ઓસ્ટ્રેલીયા, ચિલી, આર્જેન્ટિના, કેનેડા, કંબોડિયા જેવા દેશોમાંથી પતંગબાજો આવતા હોય છે.

See also  એકપણ દિવસના વિલંબ વિના 3853 જાગૃત લોકોએ ભર્યો એડવાન્સ ટેક્સ

વર્ષ.       દેશો  પતંગબાજો

2013       19      49

2015        7       22

2016        9       26

2017       12      52

2018       12      36

2019.       16      49

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read