HomeNewsસુરતમાં સગી માતાએ પોતાની દીકરી અને ભત્રીજાને ભીખ મંગાવી

સુરતમાં સગી માતાએ પોતાની દીકરી અને ભત્રીજાને ભીખ મંગાવી


  • ઇચ્છાનાથ મહાદેવ મંદિર પાસેથી બે બાળકો ભીખ માંગતા મળી આવ્યા
  • બાળકોને તેની માતા અને નાની જ ભીખ મંગાવતા હોવાનો ખુલાસો
  • આરોપી માતા અને નાનીની પોલીસે ધરપકડ કરી

સુરત શહેરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની કચેરીઓની નજીક આવેલાં ઇચ્છાનાથ મહાદેવ મંદિર પાસે પોતાના સંતાનો તથા પૌત્રી અને ભત્રીજા પાસે ભીખ મંગાવવા બદલ પોલીસે બે મહિલાઓ વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

સોમવારે બપોરે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમની જ્યાં ઓફિસ આવેલી છે તેનાથી થોડેક દૂર 07 અને 10 વર્ષના બે બાળકો અને 11 વર્ષની વયની એક બાળકી મંદિર બહાર ભીખ માંગી રહી હતી. કાયદા પ્રમાણે બાળકો પાસે ભીખ મંગાવવી ગુનો હોઇ પોલીસે ત્વરિત આ બાળકોને ઉગારવાની સાથે પૂછપરછ કરતાં બે બાળકો મામા-ફોઇના બાળકો હતા. બે પૈકી એક બાળકની માતા જ આ બંને પાસે ભીખ મંગાવતી હોઇ પોલીસે ઉધના દરવાજા ફૂટપાથ ઉપર રહેલી આરતીબેન દિનેશ નાયકની ધરપકડ કરી હતી. 11 વર્ષીય બાળકી પાસે તેની નાની લીલીબેન જોગી (રહે, ઉન પાટીયા) ભીખ મંગાવતી હોઇ પોલીસે તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી.

See also  મેયર ધૃતરાષ્ટ્ર છે તેવું કહી વિપક્ષના સભ્ય સામાન્ય સભામાં પીઠ ફેરવી બેઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read