HomeNewsસુરતમાં મોબાઈલ ગેમ બની 10 વર્ષના બાળકના મોતનું કારણ

સુરતમાં મોબાઈલ ગેમ બની 10 વર્ષના બાળકના મોતનું કારણ


  • ગેમની હાર જીતના ઝઘડામાં બે ભાઈઓએ માર માર્યો હતો
  • ત્રણ મહિના બાદ પાંડેસરા પોલીસે નોંધી ફરિયાદ
  • બે ભાઈઓ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો

સુરત શહેરમાં ફ્રી-ફાયર નામની મોબાઈલ ગેમ કિશોરના મોતનું કારણ બની હોવાના સમાચાર સામે આવતા આ મુદ્દો આ પ્રકારની મોબાઈલ ગેમ રમતા બાળકોના વાલીઓમાં ચિંતાનું કારણ બન્યો છે. હાલ આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગત વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં ફ્રી-ફાયર ગેમની હાર જીતના ઝઘડામાં બે ભાઈઓ દ્વારા એક 10 વર્ષના બાળકને માર મારવામાં આવ્યો હતો. આ મારામારીમાં 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ગત ઓક્ટોબર મહિનામાં બનેલી ઘટનાની FIR આજરોજ નોંધાઈ હતી. ઘટનાના ત્રણ મહિના બાદ પાંડેસરા પોલીસે FIR નોંધાતા પીડિત પરિવારમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

See also  વિવર્સની લિક્વિડિટી ઘટતી રહી છે, બેંકો તરફથી સહયોગ મળે તો ઉદ્યોગકારો ટકી શકશે

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના પાંડેસરા પોલીસ મથક ખાતે કરાટેબાજ ભાઈ સાથે મળીને યુવકે એક 10 વર્ષના બાળકને માર મારવાથી બાળકનું મૃત્યુ નીપજવાની ઘટનાને લઈને આરોપી ભાઈઓ સામે FIR નોંધવામાં આવી છે. પાંડેસરા પોલીસે આ કેસમાં સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read