HomeNewsસુરતમાં મેટ્રો કામગીરીના ખોદકામ દરમ્યાન ત્રણ તોપ મળી

સુરતમાં મેટ્રો કામગીરીના ખોદકામ દરમ્યાન ત્રણ તોપ મળી


  • મેટ્રો કામગીરીના ખોદકામ દરમિયાન તોપના નાળચા મળ્યા
  • ચોક બજાર વિસ્તારમાં ખોદકામ દરમ્યાન તોપ મળી આવી
  • તોપના નાળચાને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શન માટે મુકાશે

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલની કામગીરી દરમિયાન વર્ષો અગાઉ જમીનમાં દાટી દેવાયેલી તોપ મળી આવી હતી. ચોકબજાર મેઇનરોડથી પાલિકાની વડી કચેરી તરફ જતા રસ્તા ઉપર ક્રાઇમ બ્રાંચ ઓફિસ પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન મંગળવારે સાંજે ત્રણ તોપ મળી આવી હતી. મેટ્રોના ઈજનેરો દ્વારા તોપ બહાર કાઢી પાલિકાને જાણ કરાતા મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ વિઝીટ કરી હતી.

સદીઓ અગાઉ સુરત શહેર ઉપર મોગલ સામ્રાજ્ય અને બ્રિટિશ શાસકોએ વર્ષો સુધી રાજ કર્યું છે. બ્રિટિશરો માટે સુરત હિન્દુસ્તાનનો પ્રવેશદ્વાર બન્યું હતું. તાપી કિનારે ચોકબજાર કિલ્લો બનાવી અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર કબજો કર્યો હતો. સુરતમાં શાસન દરમિયાન ચોકબજાર કિલ્લાની આસપાસના ખુલ્લા વિસ્તારમાં અનેક તોપ રાખવામાં આવતી હોવાનું ઇતિહાસના પાને અંકિત થયું છે. મોગલ સામ્રાજ્યના અંતને સદીઓ વીતી ગઇ છે. તો, અંગ્રેજો ભારત છોડી ગયાને 75 વર્ષ થયા છે. સુરતના ભવ્ય ભૂતકાળ વચ્ચે વર્તમાન સમયે સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ દોડાવવા આયોજન થયું છે. 

See also  496 કરોડના બોગસ બીલીંગકાંડમાં મુરશીદ આલમના ત્રણ દિવસના રિમાન્ડ

મેટ્રો રેલ માટે જમીનની અંદર ટર્નલ બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન ચોકબજારથી પાલિકાની વડી કચેરી તરફ જતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ રૂટ ઉપર આવેલી ક્રાઇમ બ્રાંચની ઓફિસ નજીક મંગળવારે સાંજે મેટ્રો રેલ પ્રોજેક્ટના ઈજનેરો દ્વારા અંડરગ્રાઉન્ડ વર્ક માટે જમીન ખોદાણની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પેટ્રોલપંપની સામેના ભાગે પાંચથી છ ફૂટ સુધી જમીનમાં થયેલા ખોદાણ દરમિયાન ત્રણ તોપ મળી આવી હતી. એન્જિન્યરોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓને જાણ કરતા પાલિકાને મેસેજ મળ્યો હતો. પુરાતત્વ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી. પાલિકાને બુધવારે સાંજે મેસેજ મળતા મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ વિઝીટ કરી હતી. સમગ્ર હકીકત જાણી હતી. પાલિકા દ્વારા ત્રણેય તોપનો કબજો લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ તોપ સદીઓ જૂની હોવાનું જણાય રહ્યું છે. આ તોપ કયા શાસન અને સમય દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી હતી તેનો સચોટ જાણકારી પુરાતત્વ વિભાગના નિદર્શન બાદ જ જાણી શકાશે.

See also  Surat: 8 લાખની કિંમતના 84 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીને ઝડપ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read