HomeNewsસુરતમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં મહિલા અને વૃધ્ધનું મોત

સુરતમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં મહિલા અને વૃધ્ધનું મોત


પાંડેસરામાં ફોર વ્હીલ ચાલકે મહિલાને
ટક્કર મારતા મોત તો માનદરવાજા પાસે અજાણ્યા બાઇક અડફટે અજાણ્યાનું મોત

 સુરત :

પાંડેસરામાં
ફોર વ્હીલે મહિલાને ટક્કર મારતા મોતને ભેટી હતી. જ્યારે બીજા બનાવમાં માન દરવાજા
ખાતે  અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે બ્રીજના છેડા પર
આવેલી દરગાહની નજીક ૩૦ થી ૩૫ વર્ષની એક અજાણી મહિલા તા.૨૭મી મોડી રાતે રોડ ક્રોસ
કરતી હતી. તે વખતે પુરપાટ હંકારતા ફોર વ્હીલ ચાલાકે ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી.
જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે
તેને મૃત જાહેર કરી હતી.

બીજા
બનાવમાં માન દરવાજા ખાતે અલ ખલીલ ચાવાળા પાસે શનિવારે સાંજે ૬૦ વર્ષના અજાણ્યા
વૃદ્ધને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં
દાખલ કર્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હોવાની સિવિલની પોલીસ
ચોકીમાંથી સલાબતપુરા પોલીસમાં વર્દી આપી હતી. જયારે  સલાબતપુરા પોલીસે કહ્યુ કે
, કુદરતી મોત થયુ હોય
એવુ લાગે છે. પણ તેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે.સિવિલમાં
તેમનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે
, તેમને માંથા
ઇજા થવાથી મોત થયુ હતું.સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

See also  डॉक्टर भास्कर शर्मा बने आल इंडिया सेक्रेटरी मेडिकल विंग | सूरत, फिचर

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read