HomeNewsસુરતમાં મહિલાના પેટમાંથી અંડાશયની પોણા ત્રણ કિલો, સ્વાદુપિંડની 370 ગ્રામની ગાંઠ કઢાઈ

સુરતમાં મહિલાના પેટમાંથી અંડાશયની પોણા ત્રણ કિલો, સ્વાદુપિંડની 370 ગ્રામની ગાંઠ કઢાઈ


  • સ્મીમેરના તબીબોએ કામરેજની મહિલાની સફળ સર્જરી કરી
  • અંડાશય અને સ્વાદુપિંડની ગાંઠ સાથે જવલ્લે દેખાય છેઃ તબીબ
  • સ્મીમેરમાં નજીવા ખર્ચે કેન્સરની સર્જરીઓ થાય છે.

સુરતમાં છેલ્લા બે વર્ષથી પેટમાં ગાંઠની તકલીફથી પીડિત કામરેજની મહિલાની સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ સફળ સર્જરી કરી હતી. છ કલાક સુધી ચાલેલી સર્જરી દરમિયાન તબીબોએ મહિલાના પેટમાંથી સાડા ત્રણ કિલોની અંડાશયની અને ૩૭૦ ગ્રામની સ્વાદુપિંડની ગાંઠ કાઢી હતી. આ પ્રકારે અંડાશય અને સ્વાદુપિંડની ગાંઠ સાથે જવલ્લે જ જોવા મળતી હોવાનું તબીબોનું કહેવું છે.

કામરેજની વતની 45 વર્ષીય સુમનબેન (નામ બદલ્યું છે) છેલ્લા બે વર્ષથી પેટમાં ગાંઠની તકલીફથી પીડાઈ રહી હતી. સુમનબેન અને પરિવારના સભ્યોએ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા ચામડી ચીરે નાંખે તેવો ખર્ચ થનાર હોય તેઓએ સારવાર કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ ગત દિવસોમાં સુમનબેનની પીડા વધતા દસેક દિવસ પહેલા તેઓ સ્મીમેરમાં આવ્યાં હતા. ત્યારબાદ અહીના સર્જરી વિભાગના યુનિટ-3ના તબીબોએ સીટીસ્કેન સહિતની તપાસ કરાવી હતી. જેમાં 21 સેમી બાય 18 સેમીની અંડાશયની સાથે 10 સેમી બાય 8 સેમીની સ્વાદુપિંડના પૂછડીના ભાગે ગાંઠ દેખાઈ હતી. ત્યારબાદ તા. 27 ડિસેમ્બરના રોજ સર્જરી કરવામાં આવી હતી. છ કલાક સુધી ચાલેલી સર્જરી દરમિયાન તબીબોએ મહિલાના પેટમાંથી સાડા ત્રણ કિલોની અંડાશયની અને ૩૭૦ ગ્રામની સ્વાદુપિંડની ગાંઠ કાઢી હતી.

See also  बिना आई एस आई मार्क लगे हुए खाना पैक करने में प्रयुक्त ऐल्युमिनियम फॉइल बनाने वाली ईकाई के उपर भारतीय मानक ब्यूरो का छापा | सूरत, कारोबार

સર્જરી વિભાગના યુનિટ-3ના વડા ડો. હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, અંડાશય અને સ્વાદુપિંડની ગાંઠની સાથે ગર્ભાશયની કોથળી પણ કાઢી લેવાઈ હતી. ઓપરેશન દરમિયાન ફોઝન બાયોપ્સી કરવતા અંડાશયની ગાંઠ કેન્સરની હોવાનું નિદાન થયું હતું. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન અને સારવાર પાછળ ચારથી પાંચ લાખ સુધીનો ખર્યો થયો હોત. જે સ્મીમેરમાં નજીવા દરે થયું છે. આમ, સ્મીમેરમાં નજીવા ખર્ચે કેન્સરની સર્જરીઓ થાય છે.

અંડાશયનું કેન્સર એક લાખે એક મહિલામાં જોવા મળે છે.

ડો. ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, અંડાશયનુ કેન્સર એક લાખ મહિલાએ એકમાં જોવા મળે છે. જેનાથી બચવા માટેના કેટલાક ઉપાય છે. જેમ કે, પ્રથમ પ્રસૂતિ 26 વર્ષની વયે થઈ જવી જોઈએ. બાળકને છથી નવ માસ સુધી સ્તનપાન કરાવવું જોઈએ. ધુમ્રપાન કે શરાબના વ્યસનથી દૂર રહેવું જોઈએ. શરીરનું વજન નોર્મલ મેન્ટેન રાખવું જોઈએ. કેટલાક કેસમાં વારસાગત કારણોસર પણ અંડાશયનું કેન્સર થાય છે. જેથી કેન્સરની ફેમિલિ હિસ્ટ્રી હોય તેઓએ સમયાન્તરે સ્ક્રિનીંગ કરાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read