HomeNewsસુરતમાં ભેસ્તાનના ગોલ્ડન ફ્લેટમાંથી 3.848 કિલોગ્રામ ગાંજા સાથે મહિલા પકડાય

સુરતમાં ભેસ્તાનના ગોલ્ડન ફ્લેટમાંથી 3.848 કિલોગ્રામ ગાંજા સાથે મહિલા પકડાય


Updated: Dec 29th, 2022


– છુટક વેચાણ કરવા ગાંજો મંગાવનાર મહિલાના સાથીદાર અને મોકલાવનાર બેને વોન્ટેડ જાહેર કર્યા 

સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર

ભેસ્તાનના ઇડબલ્યુએસ આવાસ નજીક ગોલ્ડન ફ્લેટમાં દરોડા પાડી પોલીસે 3.848 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી ગાંજો મંગાવનાર અને મોકલાવનાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

પાંડેસરા પોલીસે બાતમીના આધારે ભેસ્તાન ઇડબલ્યુએસ આવાસની પાછળ ગોલ્ડન ફ્લેટમાં રહેતી બાનુ ઉર્ફે યાસ્મીન શહીદ ફકીરા શેખ (ઉ.વ. 45) ને ત્યાં દરોડા પાડયા હતા. યાસ્મીનના રહેણાંક ફ્લેટમાં સર્ચ કરતા રસોડાના ડબ્બા ઉપરાંત બેડરૂમના કબાટમાંથી 3.848 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજા સંદર્ભે પૂછપરછ કરતા પોતાની સાથે રહેતા સોયેબ નઝીર શાહ ભેસ્તાનના સાંઇરામ નગરમાં રહેતા પ્રશાંત પાસેથી છુટક વેચાણ કરવા લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગાંજાનો જથ્થો કિંમત રૂ. 38,480, એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 38,980 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે યાસ્મીન, સોયેબ અને પ્રશાંત વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી યાસ્મીનની ધરપકડ કરી હતી. જયારે સોયેબ અને પ્રશાંતને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

See also  राजकोट :  सिविल अस्पताल से नशे में धुत डॉक्टर गिरफ्तार, शराब के नशे में कर रहा था मरीज का इलाज

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read