HomeNewsસુરતમાં ભારતના ભવ્ય વિજયની ઉજવણી, રાષ્ટ્રધ્વજ સાથે ચાહકોની રેલી

સુરતમાં ભારતના ભવ્ય વિજયની ઉજવણી, રાષ્ટ્રધ્વજ સાથે ચાહકોની રેલી


  • તિરંગા સાથે ભારત માતા કી જય ના નારા લાગ્યા
  • અમાસના દિવસે સુરતમાં દિવાળી જેવો માહોલ
  • બપોર બાદ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા

ટી-20 વિશ્વકપ-2022માં ઈન્ડિયા-પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં સુરતીઓ નગરના માર્ગો પર આવી ગયા હતા. વિરાટ કોહલીની બેટિંગ પર ફીદા થઈ ગયા હતા. ચાહકોની ભીડે સુરતમાં રેલી નિકાળી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતના ભાગલ 4 રસ્તા પર જીતની ઉજવણી જોવા મળી હતી. ચાહકોએ તેમની ગાડી પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જીવ સટોસટના ખેલમાં આખરે ભારતનો ભવ્ય વિજય થયો હતો.

ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓએ જીતની ઉજવણી કરી

ભારતે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીત બાદ સમગ્ર ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ઠેર ઠેર જીતની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં લોકો જીતની ઉજવણી કરવા તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો સુરતમાં લોકો જીતને વધાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાગળ વિસ્તારમાં તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવી લોકોએ ફટાકડા ફોડી ભારતની જીતની ઉજવણી કરી હતી. જ્યારે રાજકોટમાં લોકોએ ફટાકડા ફોડી સેલિબ્રેશન કર્યું હતું.

See also  गुजरात : आणंद में सुबह 7 से पहले एवं रात 8 बजे के बाद कोचिंग क्लास चालू नहीं रख सकते 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read