HomeNewsસુરતમાં બોગસ પેઢીઓ પર SGSTની તપાસ ત્રીજા દિવસે પણ જારી રહી

સુરતમાં બોગસ પેઢીઓ પર SGSTની તપાસ ત્રીજા દિવસે પણ જારી રહી


  • 14 પેઢીઓ પૈકી 13 બોગસ હોવાનો ખુલાસો થયો
  • ત્રણ દિવસમાં 407 કરોડ રુપિયાનું બોગસ બિલિંગ કોંભાડ ઝડપાયુ
  • બોગસ બીલો દ્વારા 15.89 કરોડ રુપિયાની આઇટીસી પાસ-ઓન કરવામાં આવી 

સુરત શહેરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ બોગસ પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી. મંગળવારે અધિકારીઓ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાં કુલ 14 પેઢીઓ પર તપાસ કરવા આવી હતી જે પૈકી 13 પેઢીઓ બોગસ નીકળી હતી. બોગસ પેઢીઓ દ્વારા 112.61 કરોડના બોગસ બીલો દ્વારા 15.89 કરોડ રુપિયાની આઇટીસી પાસ-ઓન કરવામાં આવી હતી.

જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ કરનારા વેપારીઓ સામે શરુ કરાયેલા અભિયાન હેઠળ મંગળવારે ત્રીજા દિવસે પણ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં 14 પેઢીઓ પર તપાસ કરવામા આવી હતી. જે પૈકી 13 પેઢીઓ જીએસટીના ડોક્યુમેન્ટમાં દર્શાવેલા સરનામા પર મળી નહતી. ખોટી રીતે ડોક્યૂમેન્ટમાં ચેડા કરી રજીસ્ટ્રેશ લીધા હોવાનું બહાર આવ્યુ હતુ. વધુ તપાસમાં 13 પેઢીઓ દ્વારા 112.61 કરોડ રુપિયાના બિલોના માધ્યમથી 15.89 કરોડ રુપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ-ઓન કરાઇ હોવાનું કૌભાંડ ખુલ્યુ જીએસટી વિભાગે આ તમામ પેઢીઓના રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી શરુ કરી છે. આગામી દિવસોમાં જે વેપારીઓએ બોગસ બિલ વેચનારા વેપારીઓ પાસેથી બિલ ખરીદીને આઇટીસી મેળવ તેમની પાસેથી ટેક્સની વસૂલી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે. ત્રણ દિવસમાં એસજીએસટીએ કુલ 407 કરોડ રુપિયાનું બોગસ બિલિંગનું કોંભાડ ઝડપી પાડ્યુ છે.

See also  સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read