HomeNewsસુરતમાં ફૂટપાથ ઉપર સુવા માટે નાણાં માંગતાં યુવાનની હત્યા

સુરતમાં ફૂટપાથ ઉપર સુવા માટે નાણાં માંગતાં યુવાનની હત્યા


  • ગુજરાત ગાર્મેન્ટની દુકાનના ઓટલા પરથી મળી હતી લાશ
  • દુકાનના ઓટલા પર સુવા માટે યુવાને માંગ્યા હતા પૈસા
  • આવેશમાં આવીને આરોપીએ કરી નાખી હતી યુવાનની હત્યા

ત્રણ રસ્તા પાસે જયેશ મેડિકલની બાજુમાં આવેલી ગુજરાત ગાર્મેન્ટની દુકાનના ઓટલા પાસેથી ગત સાતમીએ સવારે એક યુવકની લાશ મળી આવી હતી. 30-35 વર્ષના યુવકને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસની તપાસમાં મૃતકની અહીં ફૂટપાથ ઉપર જ રહેતો પ્રમોદ ગુલાબરાવ પાટીલ (ઉ.વ. 28) તરીકે ઓળખ થઇ હતી. ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં હત્યા બાદથી અહીં ફૂટપાથ ઉપર રાત્રે સૂવા આવતો એક યુવાન દેખાતો બંધ થઇ ગયો હતો.

તપાસ કરતાં તે નંદુરબાર જતો રહ્યો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમબ્રાન્ચે ઇમા શંભુભાઇ ગાવીતને ઉંચકી લાવી હતી. ઇમાએ કબુલાત પ્રમાણે તે છેલ્લાં 15 વર્ષથી સુરતમાં મજૂરી કામ કરે છે અને રાત્રે ફૂટપાથ ઉપર સુઇ રહે છે. છેલ્લાં કેટલાંક સમયથી પ્રમોદ પાટીલ તેની પાસે અહીં સુવા માટે રૂપિયાની માંગણી કરી રહ્યો હતો અને તેના ખિસ્સામાં હાથ નાંખી વારંવાર રૂપિયા કાઢવાની કોશિશ કરતો હતો. હત્યાની રાત્રે પણ તેણે નાણાં કાઢવાની કોશિશ કરી દાદાગીરી કરતાં પોતાની પાસે રહેલું ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

See also  Surat: ઉધનામાં યુવકે વ્યાજખોરોના ત્રાસથી ટૂંકાવી નાંખ્યું જીવન, જાણો પરિવારજનોએ શું લગાવ્યા આરોપ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read