HomeNewsસુરતમાં ફર્નિચરના વેપારીની આત્મહત્યા પહેલાનો વિડીયો સામે આવ્યો

સુરતમાં ફર્નિચરના વેપારીની આત્મહત્યા પહેલાનો વિડીયો સામે આવ્યો


  • ઉધના વિસ્તારમાં ફર્નિચરના વેપારીના આત્મહત્યા મામલો
  • વિડીયોમાં રાજસ્થાની ભાષામાં પરિવારની માફી માગી રહ્યો છે
  • પૈસા માટે અસહ્ય ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું

સુરતમાં ફર્નિચરના વેપારીના આત્મહત્યા મામલો સામે આવ્યો છે. આત્મહત્યા પહેલાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં રાજસ્થાની ભાષામાં પરિવારની માફી માગી રહ્યો છે. પૈસા માટે અસહ્ય ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી છે. સુસાઇડ નોટમાં 5% વ્યાજનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. મૃતકના બનેવીએ પણ પૈસા માટે ત્રાસ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

થોડા દિવસ પહેલા સુરતનાં વેપારી 25 લાખ માટે આત્મહત્યા કરી હતી

See also  સિવિલમાં મોતિયાનું ઓપરેશન કરાવી ઘરે જતા રીક્ષા પલ્ટી જતા મોત મળ્યું

સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળના અપરણિત ભાઈ ઉદય સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરતા હતા. સામાન મુકવા તેમણે ઉધના રોડ નં.8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે. હિરેનભાઈ ગત 16 મીના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સેવાકાર્યમાં હાજર હતા. ત્યારે સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે, તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી. હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હતો. જેથી તેમણે મિત્ર મિતુલને ગોડાઉન ઉપર મોકલ્યો હતો.

મિતુલે ત્યાં જઈ જોયું તો શટર અંદરથી બંધ હતું. આથી આજુબાજુના લોકોને સાથે રાખી શટર ઉંચુ કરી જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા ઉધના પોલીસ દોડી ગઈ હતી અને ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત દોડી આવેલા હિરેનભાઈએ ઉદયની અંતિમવિધિ પતાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગોડાઉનમાં ઉદયની લાશ પાસે એક થેલીમાંથી નાની બીલબુકના લીંટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી હોવાનું જણાવ્યું હતું.

See also  મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના અંગે ચૂંટણીમાં ભારે રાજકારણ રમાયું પણ ઉકેલ નહીં

તેમાં લખ્યું હતું કે, ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય. પોલીસે હિરેનભાઈની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હતો. તેમને દેવું થઈ ગયું હતું. તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો. ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

See also  સુરતમાં ફટાકડાની દુકાનમાં આગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read