HomeNewsસુરતમાં ફટાકડાની દુકાનમાં આગ

સુરતમાં ફટાકડાની દુકાનમાં આગ


  • રાંદેર રામનગર વિસ્તારમાં બનાવને પગલે લોકોમાં ગભરાટ
  • અડાજણ, પાલનપુર અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે
  • ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ

રવિવારે સવારે રાંદેર રામનગર ખાતે સી. કે. કેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફટાકડા ફૂટતા આજુબાજુના ઘર ખાલી કરાવાયા

ડિવિઝનલ ફાયર ઓફિસર સૃષ્ટિ ધોબીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે બનાવની જાણ થતા અડાજણ, પાલનપુર અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ટીમ સાતેક ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગને કારણે ફટાકડા ફૂટી રહ્યા હોવાથી આજુબાજુના મકાનો ખાલી કરી દેવાયા હતા. બીજી બાજૂ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. હજી આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનીના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારમાં ફટાકડાની દુકાન ચાલી રહી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

See also  अवैध संबंध को लेकर सहकर्मी की पत्नी की हत्या के आरोप में सेना का जवान गिरफ्तार | प्रादेशिक

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read