HomeNewsસુરતમાં પેસ્ટિસાઇડ બનાવતી કંપની પર મુંબઈ ડીઆરઆઇની તપાસ, બેની ધરપકડ

સુરતમાં પેસ્ટિસાઇડ બનાવતી કંપની પર મુંબઈ ડીઆરઆઇની તપાસ, બેની ધરપકડ


  • ચીનથી ખૂબ ઊંચી કિંમતના ઇન્સેક્ટિસાઇડને મિસડિક્લેરેશન કરી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો 
  • ન્હાવાશેવા, સુરત અને રતલામમાં સર્ચની કાર્યવાહીમાં 300 કરોડનું જંતુનાશક ઇમ્પોર્ટ કર્યો હોવાનું ખૂલ્યું 
  • અલગ-અલગ કંપનીઓના નામે માલ મંગાવી સ્થાનિક બજારમાં વેચવામાં આવતો હતો

મુંબઇ ડીઆરઆઇ દ્વારા બુધવારે પીપોદરા ખાતે પેસ્ટિસાઇડ બનાવતી કંપની અને તેના ભાગીદારોના ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચીનથી ખૂબ ઊંચી કિંમતની ઇન્સેક્ટિસાઇ ડ(જંતુનાશકો)ને મિસડિક્લેરેશન કરી ઇમ્પોર્ટ કરવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. પેસ્ટિસાઇડની કિંમત ઓછી દર્શાવીને સ્મગલિંગ કરવામાં આવતી હોવાની આશંકાથી વિભાગે બે લોકોની ધરપકડ પણ કરી છે અને બંનેને મુંબઇ લઇ જવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 80 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરી પકડાય તેવી સંભાવના રહેલી છે.

See also  ડોક્ટર આમ આદમી પાર્ટીનો કાર્યકર છે: શ્રમજીવી પરિણીતાની છેડતી કરનાર ઉનની હોસ્પિટલના ડોક્ટર સહિત બેની ધરપકડ

આશરે 80 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી હોવાની આશંકા

મુંબઇ ડીઆરઆઇ વિભાગને મળેલી બાતમીના આધારે અધિકારીઓ દ્વારા વસોયા ઇન્ડસ્ટ્રી પ્રા.લિ. પર તપાસ શરૂ કરી હતી. જેના અનુસંધાને ન્હાવાશેવા પોર્ટ અને રતલામ અને સુરતમાં તપાસ દરમિયાન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કંપની દ્વારા 300 કરોડના 300 મેટ્રિક ટન ઇન્સેક્ટિસાઇડ ચીનથી આયાત કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તે પૈકી સ્ટોકમાં હાજર જથ્થો ડીઆરઆઇએ જપ્ત કરી લીધો હતો. કંપનીના એક ભાગીદાર સુરેશ વસોયાના વરાછા સ્થિત ઘરે તપાસ કરતા 70 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કંપની પાસે ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ પણ નહીં હોવાની આશંકા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જે હાઇવેલ્યુના ઇન્સેક્ટિસાઇડ આ લોકો આયાત કરી રહ્યા હતા તેના પર 40 ટકા કરતાં વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી છે જ્યારે આ લોકો પોલિમર જણાવીને ડ્યૂટી ચોરી કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં આશરે 80 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી હોવાનું જણાય છે.

See also  Surat: સુરતની આ કંપનીમાં કામ કરતો યુવક ગદર તૂટી પડતા ખાડમાં પડ્યો, 3 કલાક બાદ મળ્યો મૃતદેહ

ડીઆરઆઇએ કંપનીના બે ભાગીદાર સુરેશ વસોયા અને રાજેશ વસોયાની ધરપકડ કરી 

આરોપીઓએ કોઇને પણ શંકા નહીં જાય તે માટે અલગ-અલગ કંપનીઓ બનાવી હતી અને તેના નામે ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. ઇમ્પોર્ટ કરાયેલો માલ સ્થાનિક માર્કેટમાં વેચી આંગણિયા પેઢીઓના માધ્યમથી પેમેન્ટની હેરફેર કરવામાં આવતી હતી. તપાસના અંતે મોટા પાયે ગોબાચારી અને મોટી રકમની ડ્યૂટીચોરીની આશંકા જણાતા ડીઆરઆઇએ કંપનીના બે ભાગીદાર સુરેશ વસોયા અને રાજેશ વસોયાની ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે બંનેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી મુંબઇ લઇ જવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read