HomeNewsસુરતમાં પતિની હેવાનિયત, પત્નીને HIV પોઝિટિવ લોહીવાળું ઇંજેકશન માર્યું

સુરતમાં પતિની હેવાનિયત, પત્નીને HIV પોઝિટિવ લોહીવાળું ઇંજેકશન માર્યું


  • શંકાશીલ પતિએ પોતાની જ પત્ની ને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઇંજેકેશન માર્યું
  • પતિને પત્નીની ચરિત્ર પર શંકા જતાં મોતને ઘાટ ઉતારવા માટે આ પગલું ભર્યું
  • પોલીસે ઈન્જેકશનનું પૂછતાં પતિએ પોતાની હેવાનિયતની વાત સ્વીકારી

સુરતના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શંકી પતિ આટલી હદે જઇ શકે તેવું વિચારી પણ ન શકાય તેવી ઘટના સામે આવી છે. શંકાશીલ પતિએ તેની પત્નીને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઇન્જેકેશન મારી દીધું હતું. ચરિત્ર પર શંકા રાખીને પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન માર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

See also  ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે ફરીયાદ નોંધીઃ પાલ ગામના જલારામ મંદિરમાંથી બે તસ્કરો રૂ. 1.60 લાખની મત્તા ચોરી રફુચક્કર

મળતી માહિતી પ્રમાણે મહિલા અને યુવકે 15 વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા. તેમના બે મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. પતિએ મહિલાને મળવા બોલાવી હતી. મળવા આવ્યા બાદ પતિએ ઈન્જેક્શન માર્યું હતું. મહિલાને દુખાવો થતાં પતિ ભાગી ગયો હતો. આ મામલે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે પોલીસે શખ્સની ધરપકડ કરી છે. સાથે જ ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. એફએસએલ તપાસ બાદ આ સમગ્ર મામલે ખુલાસો સામે આવી શકે છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચરિત્ર પર શંકા જતા પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન મારતાં પત્નીની તબિયત લથડી હતી. મહિલા બેભાન થઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ પત્નીએ કહ્યું કે તેના પતિએ HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન માર્યું હતું. પોલીસે ઈન્જેકશનનું પૂછતાં આરોપીએ પોતાની હેવાનિયતની વાત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

See also  પીપલોદના લેકવ્યુ ગાર્ડનમાં બોટીંગના ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read