HomeNewsસુરતમાં પંજાબ નેશનલ બેન્કના કસ્ટમર કેરના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી

સુરતમાં પંજાબ નેશનલ બેન્કના કસ્ટમર કેરના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી


  • બેંકના કસ્ટમર કેરના નામે કરાયો હતો ફોન
  • રૂપિયા ONLINE ટ્રન્સફર કરી લેવામાં આવ્યા
  • સુરત સાયબર ક્રાઈમે આરોપીની કરી ધરપકડ

સુરતમાં પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને ખાતાધારકને ખોટી ઓળખાણ આપી તેના બેન્ક એકાઉન્ટમાંથી 6,16,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પશ્ચિમ બંગાળથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મિસટ્રાન્ઝેક્શન રીવર્સ કરવાના નામે ઠગીયો લૂંટી ગયો 

સુરત શહેરમાં છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તો કેટલાક લોકો મોબાઇલ પર આવેલી લિંક પર ક્લિક કરીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સુરતમાં બની છે. જેમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જ્યારે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા ત્યારે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. તેથી આ મામલે ફરિયાદીએ ઓનલાઇન પંજાબ નેશનલ બેંકનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો ત્યાર બાદ તેમાં ફોન કરતા સામેના વ્યક્તિએ ફરિયાદીને પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની વાત કરીને ફરિયાદીના એકાઉન્ટની વિગતો મેળવી તેમને એક લિંક મોકલી હતી, ફરિયાદીએ આ લીંક ઓપન કરતા તેમાં પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટની વિગતો ફરિયાદી દ્વારા ભરવામાં આવી હતી અને ત્યાર બાદ આ વિગતો ભરતાની સાથે જ ફરિયાદીના એકાઉન્ટમાંથી 6,16,000 રૂપિયા કેનેરા બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

See also  सूरत :  ऑनलाइन शॉपिंग कर ग्राहकों से लाखों रुपये ठगने वाला आरोपी पकड़ा गया

પોલીસે આરોપીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું

આ મામલે ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી એ આ સાઈબર ક્રાઈમ હોવાનો ખુલાસો થયો હતો. પશ્ચિમ બંગાળમાં રહેતા રાજુ મિશ્રા નામના ઇસમે આ છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે પશ્ચિમ બંગાળમાંથી રાજુ ઉર્ફે લાલુ મિશ્રાની ધરપકડ કરી છે અને આરોપીને સુરત લાવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસ દ્વારા આરોપીના બેન્ક એકાઉન્ટમાં રહેલી 1,63,922 રૂપિયા ફ્રીઝ કરવા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read