HomeNewsસુરતમાં દારૂડિયા ડમ્પરચાલકે બે વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

સુરતમાં દારૂડિયા ડમ્પરચાલકે બે વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું


  • ઘટનાથી સાડા પાંચ કિમી દૂર ડમ્પરચાલક પકડાયો,
  • માતા-પિતાની નજર સામે જ બાળકીને ઉઠાવીને લઈ ગયો
  • ડમ્પરની સીટ પાછળથી બાળકી ગંભીર હાલતમાં મળી આવી

શહેરમાં વધુ એક બળાત્કારની ઘટનાએ બાળકોની સલામતીને લઇ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. યુનિવર્સિટી પહેલાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ નીચે મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં રમી રહેલી ચાર અને બે વર્ષીય બે બહેનો પૈકી બે વર્ષીય બાળકીને બળાત્કારના ઇરાદે ડમ્પરચાલક અપહરણ કરી ગયો હતો. અપહરણને લઇ થયેલી બૂમાબૂમ વચ્ચે જાગી ગયેલા માતા-પિતાની નજર સામે જ હવસખોર ડમ્પરચાલક બાળકીને લઇ ભાગી છૂટયો હતો. ઘટનાસ્થળેથી આશરે સાડા પાંચ કિમી દૂર વેસુ વી.આઇ.પી. રોડના અંતિમ છેડેથી પોલીસે ડમ્પરને શોધી લઇ 25 વર્ષીય હવસખોર શુભદીપ બાલકિશુનને ઝડપી લીધો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયું હોઇ ત્વરિત તેને નવી સિવિલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં તેની સર્જરી હાથ ધરાઇ હતી.

See also  પાલ ગૌરવપથ સ્થિત વાયુ નેચર એગ્રો એન્ડ વેલનેસ કંપનીનું કરોડોનું ફુલેકું

રાત્રે દોઢ વાગ્યે ઘટના પ્રકાશમાં આવી તે સાથે જ શહેર પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી. ડી.સી.પી. સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બાળકીનું અપહરણ કરી જનાર ડમ્પરચાલકની શોધમાં જોતરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનું દંપતી તેનાં સાત સંતાનો સાથે વીસ દિવસ પહેલાં જ સુરતમાં મજૂરી કામ માટે આવ્યું હતું અને અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ નીચે પડાવ નાંખીને રહેતું હતું.

રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પિતાને ચાર વર્ષીય પુત્રીએ જગાડી એક ડમ્પરચાલક બે વર્ષીય પુત્રીનું અપહરણ કરીને લઇ જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પિતાની નજર સામે જ બાળકીને અજાણ્યો શખ્સ ડમ્પરમાં બેસાડી ચાલુ કરી ભાગ્યો હતો. બાળકીનાં માતા-પિતાએ કરેલી બૂમાબૂમથી આખા પડાવના લોકો જાગી ઊઠયા હતા અને મગદલ્લા તરફ દોડ લગાવી હતી, પરંતુ ડમ્પરચાલક હાથમાં આવ્યો ન હતો.

See also  સુરતમાં રામનવમી નિમિતે ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા હિંદુ સંગઠનોની માગ

પોલીસે ડમ્પરચાલકને VIP રોડ ઉપરથી પકડી પાડયો

ઘટનાની પાંચમી મિનિટે ત્યાં પેટ્રોલિંગ માટે નીકળેલી પી.સી.આર. વાન પહોંચી હતી. વાન ઇન્ચાર્જે બાળકીનાં માતા-પિતાને બેસાડી મગદલ્લા તરફ હંકારી મૂકી હતી. મગદલ્લા ચોકડીથી સચિન તરફ એક ડમ્પર ગયાની નાકા ઉપર ઊભેલી પોલીસ પાસેથી જાણ્યા બાદ વાન તે રસ્તે હંકારી જતાં વેસુ વી.આઇ.પી. રોડના છેડે હાઇવે પાસેથી ઊભેલી ટ્રક મળી આવી હતી. ત્યાંથી હવસખોર ડ્રાઇવર શુભદીપ બાલકિશુનને ઝડપી લીધો હતો. ડ્રાઇવિંગ સીટની પાછળથી બાળકી પણ મળી આવી હતી. મોઢામાં ડૂચો હોવાની સાથે તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું હોઇ વાનમાં જ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

પોલીસ સમયસર આવી અને મારી પુત્રી બચી

મારી ચાર વર્ષીય બાળકીએ મને જગાડયો તે સાથે જ હું દોડયો, પરંતુ ડમ્પર ભગાવી દેવાતા હું લાચાર બની ગયો હતો. આગળ જ ત્રણ યુવાનો બાઇક ઉપર હતા. તેમને મેં ઘણી આજીજી કરી, પરંતુ કોઇએ મદદ કરી નહિ. સદભાગ્યે ત્યાં મહિલા પોલીસ પી.સી.આર. વાન લઇને આવી અને તેણે રસ્તામાં સર્ચ ઓપરેશન હાથ ધરી ડમ્પરને સમયસર શોધી નાંખતાં મારી બાળકીને બચાવી શકાઇ હતી.

See also  રક્ષામંત્રી રાજનાથસિંહ રક્ષા શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપશે

  પહેલા અમારા બાળકોને શિકાર બનાવવાની કોશિશ કરી

આ બાળકીને ઉપાડી તે પહેલાં આ ડમ્પરચાલક અમારી સામેના રોડ ઉપર ઊભો રહ્યો હતો. તે વખતે હું જાગી જ હતી. નશામાં ધૂત હોય તે રીતે તે ચાલતો અમારા બાળકો તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ અમને જોઇને ડમ્પરના કાચ સાફ કરવાનું નાટક કરી થોડેક આગળ જતો રહ્યો હતો અને થોડીક મિનિટ બાદ એક બાળકીના અપહરણની બૂમ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read