HomeNewsસુરતમાં દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવવા પાલિકા અભિયાન શરૂ કરશે

સુરતમાં દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવવા પાલિકા અભિયાન શરૂ કરશે



– આધારકાર્ડ વેરિફિકેશન માટે પાલિકા 60 આધાર કીટ ખરીદશે

સુરત,તા.26 ડિસેમ્બર 2022,સોમવાર

સુરત સહિત સમગ્ર દેશમાં 10 વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન ને પગલે શરૂ કરવામાં આવશે. સુરતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી વધુ સરળ બને તે માટે મહાનગરપાલિકા દ્વારા 60 આધાર કીટ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત સહિત સમગ્ર દેશમાં સરકારની વિવિધ સેવા તથા બેન્કિંગ સેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આગામી દિવસોમાં આ સેવા માટે દસ વર્ષથી જુના આધારકાર્ડ નોંધાયા હોય તેવા આધારકાર્ડને અપડેટ કરવાની કામગીરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાથ ધરવામાં આવશે. સુરતમાં રહેતા લોકો માટે આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. દસ વર્ષ પહેલા આધાર કાર્ડ કાઢવામાં આવ્યા હોય અને તેમાં એડ્રેસ કે મોબાઈલ નંબર બદલવાના હોય તેવી કામગીરીને પણ આ અભિયાન દ્વારા આવરી લેવામાં આવશે. જો આધાર કાર્ડ અપડેટ કરવામાં નહીં આવે તો સરકારની વિવિધ યોજનાઓ સાથે કેટલીક સેવાઓમાં પણ મુશ્કેલી પડી શકે તેમ હોવાથી સુરતીઓને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

See also  Hazira: Hazira-based Firm Duped Of 1.2cr By Cyber Fraudsters | Surat

સુરતમાં અંદાજે 60 લાખથી વધુ નાગરિકો છે તેવાના આધારકાર્ડ વેરિફિકેશનની કામગીરી માં લાંબી લાઈન ન જોવા મળે તે માટે મહાનગરપાલિકા એ 60 નવી કીટ ખરીદવા માટેનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read