HomeNewsસુરતમાં ત્રણ ઋતુ અનુભવાઈ.. સવારે ઠંડી, બપોરે વરસાદ અને સાંજે ઉકળાટ

સુરતમાં ત્રણ ઋતુ અનુભવાઈ.. સવારે ઠંડી, બપોરે વરસાદ અને સાંજે ઉકળાટ


  • આગામી એક સપ્તાહ હવે વરસાદની કોઈ સંભાવના નથી
  • ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ, સપાટી 345 ફૂટે સ્થિર
  • આવક અને જાવક 16,762 ક્યુસેક અને સપાટી 345 ફૂટે સ્થિર જોવા મળી

મંગળવારે સુરતમાં ત્રણ ઋતું અનુભવાઈ હતી. વહેલી સવારે ઠંડી, બપોરે કેટલાક વિસ્તારમાં વરસાદ અને બપોર બાદ ભારે ઉકળાટ છવાયો હતો. ઉકળાટને કારણે શહેરીજનોએ પરસેવે રેબઝેબ થવાની નોબત આવી હતી. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ સુધી વરસાદ પડે તેવી કોઈ સંભાવના નથી. જ્યારે ઉકાઈ ડેમમાં એક દિવસ પાણીની આવક બંધ રહ્યા બાદ બુધવારથી ફરી 16,762 ક્યુસેકની આવક થઈ હતી. તેમજ ડેમમાં પાણીની સપાટી 345 ફૂટે સ્થિર જોવા મળી હતી.

See also  ऑस्ट्रेलियन ओपन : पुरुषों के बाद महिला एकल में भी हुआ बड़ा उलटफेर, नंबर एक खिलाड़ी हुई बाहर

સુરતમાં વરસાદની વિદાય સાથે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. બે દિવસ પહેલા રાત્રીનો પારો 22.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ રાત્રીનો પારો પણ વધી રહ્યો છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારે શહેરના કતારગામ સહિતના વિસ્તારમાં બપોરના સમયે વરસાદ તૂટી પડયો હતો. જ્યારે બપોર બાદ ઉકળાટ અનુભવાયો હતો. આકરા બફારાને કારણે લોકો તોબા પોકારી ઊઠયા હતા. આ ઉપરાંત બુધવારે સતત બીજા દિવસે રાત્રીના તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની ઝડપ પ્રતિકલાક 5 કિલોમીટરની રહી હતી. આગામી દિવસમાં રાત્રીના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ ઉકાઈ ડેમમાં પાણીની આવક ફરી શરૂ થઈ હતી. બપોરે 12 વાગ્યાથી આવક અને જાવક 16,762 ક્યુસેક અને સપાટી 345 ફૂટે સ્થિર જોવા મળી હતી.

See also  गुजरात : दो विशिष्ट संस्कृतियों के संगम का यह कार्यक्रम भारत के सांस्कृतिक इतिहास का एक गौरवशाली अध्याय बनेगा  : मुख्यमंत्री भूपेन्द्र पटेल | गुजरात

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read