HomeNewsસુરતમાં ટેનિસ બોલ ક્રિકેટનો વર્લ્ડ કપ યોજાશે 16 ટીમો ભાગ લેશે

સુરતમાં ટેનિસ બોલ ક્રિકેટનો વર્લ્ડ કપ યોજાશે 16 ટીમો ભાગ લેશે


Updated: Jan 21st, 2023

– સુરતની
પણ એક ટીમ ભાગ લેશે
: ૩૦ મી જાન્યુઆરીએ દુબઇથી બે ઇન્ટરનેશનલ ખેલાડીઓ ટુર્નામેન્ટનો આરંભ કરાવશે

       સુરત,

સુરતના
લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે આગામી ૮ થી ૧૨ ફેબુ્રઆરી દરમ્યાન ટેનિસ બોલ ક્રિકેટનો
વર્લ્ડ કપ યોજાશે. ૧૬ ટીમો ભાગ લેશે. આ ટુનામેન્ટની શરૃઆત ડેવન બ્રાવો અને એન્ડી ફલાવર
જેવા જાણીતા ક્રિકેટરોના હસ્તે થશે.

ટુનામેન્ટ
અત્યાર સુધી શારજાહામાં યોજાતી હતી. પરંતુ પ્રથમ વખત આ ટુનામેન્ટ સુરતમાં યોજાવા
જઇ રહી છે. આ ટુનામેન્ટ ટેનિસ બોલ ક્રિકેટ માટેનું સૌથી મોટુ વૈશ્વિક પ્લેટફોર્મ
છે.  કુલ ૧૬ ટીમો ભાગ લેશે. ટુનામેન્ટ
દરમ્યાન કુલ ૪૧ મેચો રમાશે. એક ટીમે ૧૦ ઓવરની મેચ રમાવાની રહેશે. આગામી ૩૦ મી
જાન્યુઆરીએ દુબઇમાં આ ટુનામેન્ટનો આરંભ થશે. જેમાં ડેવેન બ્રાવો અને એન્ડી ફલાવર
જેવા ઇન્ટરનેશનલ ખેલાડી હાજર રહીને ટુનામેન્ટની ટ્રોફી
, જર્સી અને અન્ય રસપ્રદ
સામ્રગીનં અનાવરણ કરશે. આ ૧૬ મેચોમાં સુરતની પણ એક ટીમ હશે. આ મેચનું કેટલીક ચેનલો
પણ લાઇવ ટેલીકાસ્ટ પણ થશે.

See also  સચિન નવસારી હાઇવે પર લિંબાયતના બે મિત્રોનું માર્ગ અકસ્માતમાં મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read