HomeNewsસુરતમાં એસજીએસટી વિભાગનો સપાટો ચોથા દિવસે પણ જારી, 13 બોગસ પેઢીઓ ઝડપાઈ

સુરતમાં એસજીએસટી વિભાગનો સપાટો ચોથા દિવસે પણ જારી, 13 બોગસ પેઢીઓ ઝડપાઈ


  • ૨૬૯.૬૧ કરોડ પિયાના બોગસ બિલોથી 28.52 કરોડ રુપિયાની ક્રેડિટ પાસ-ઓન કરી હતી 
  • બોગસ પેઢીઓ પાસેથી માલ ખરીદનારા વેપારીઓથી ટેક્સની રિકવરી કરાશે
  • દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદ 23 પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી

સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગે બોગસ પેઢીઓ સામે શરુ કરેલુ અભિયાન ચોથા દિવસે પણ જારી રહ્યુ હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદ 23 પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જે પૈકી ૧૩ પેઢીઓ બોગસ મળી આવી હતી. આ બોગસ પેઢીઓ દ્વારા 269.61 કરોડ રુપિયાના બોગબિલો બનાવી 28.52 કરોડ રુપિયાની ક્રેડિટ પાસ-ઓન કરવામાં આવી હતી. વિભાગ દ્વારા આ પેઢીઓ સામે જીએસટીના કાયદા મુજબ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ ઇન્ટેલિજન્સ યુનિટ પાસેથી મળેલી માહિતીના આધારે શંકાસ્પદ 23 પેઢીઓ પર કાર્યવાહી કરી હતી. જે કેમિકલ, ટેક્સટાઇલ, સ્ક્રેપ અને આઇટીના નામે રજીસ્ટર્ડ કરવામાં આવી હતી. 23 પૈકી 13 પેઢીઓ એવી હતી કે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા તો ત્યાં કોઇ ઓફિસ કે પેઢી ન હોવાનુ જાણવા મળ્યુ હતુ. વધુ તપાસ કરતા 11 પેઢીઓ ડોક્યૂમેન્ટમાં નામ-સરનામામાં ચેડા કરીને રજીસ્ટ્રેશન લીધા હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે 2 પેઢીઓ અન્ય લોકોનો નામે રજીસ્ટ્રેશન કરાવી હતી. તપાસમાં બોગસ પેઢીઓ તરીકે ઝડપાયેલી 13 પેઢીઓ દ્વારા 269.61 કરોડ રુપિયાના બિલો વેચી 28.52 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ-ઓન કરવામાં આવી હતી.

See also  Surat:કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 1 મહિલા સહિત 38 લોકોની ધરપકડ

જીએસટી વિભાગના કાયદા પ્રમાણે જો કોઇ વેપારી ટેક્સ નહીં ચુકવે તો તેની પાસેથી માલ ખરીદનારા વેપારીને ટેકસ ચુકવવો પડે છે. અહીં પણ બોગસ પેઢીઓ પાસેથી જે વેપારીઓએ બિલ ખરીદ્યા છે તેમની પાસેથી આગામી દિવસોમાં ટેક્સ વસુલીની કાર્યવાહી કરવામાં આવશે અને ધરપકડ પણ કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. હાલ બોગસ પેઢીઓ પાસેથી માલ ખરીદી કરનારા વેપારીઓની યાદી બનાવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read