HomeNewsસુરતમાં આતંક મચાવતા વ્યાજંકવાદીઓ સામે કાયદાનો કોરડો વિંઝતી પોલીસ

સુરતમાં આતંક મચાવતા વ્યાજંકવાદીઓ સામે કાયદાનો કોરડો વિંઝતી પોલીસ


  • રૂ.4.50 લાખની સામે 6.44 લાખ વસૂલ્યા છતાં વધુ 8 લાખ માંગી મકાન હડપ કર્યુ
  • રિવોલ્વર બતાવી ધાક-ધમકી પણ આપીઃ ડિંડોલી પોલીસે સંજીવસિંગની કરી ધરપકડ
  • અજંટા શોપિંગ સેન્ટરના વ્યાજખોર પ્રેમ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો

સુરત શહેરમાં આતંક મચાવતા વ્યાજંકવાદીઓ સામે શહેર પોલીસ કાયદાનો કોરડો વિંઝી પાઠ ભણાવી રહી છે. ડિંડોલીના રિક્ષાચાલક પાસે વ્યાજે આપેલા 4.50 લાખની સામે 6.44 લાખ વસૂલ્યા છતાં વધુ 8 લાખ માંગવા સાથે મકાન પણ પચાવી પાડનારા વ્યાજખોર સંજીવસિંગ સામે ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં ઉમા રેસિડન્સી ખાતે રહેતા અજયસિંહ રામસ્નેહી ઠાકુર (55) રિક્ષાચાલક છે. વર્ષ 2016માં દીકરીના લગ્ન માટે નાણાંની જરૂરિયાત ઉભી થઇ હતી. અજયસિંહે સંજીવકુમારસિંગ પાસે 2 ટકા વ્યાજના દરે 4.50 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ અજયસિંહની માલિકીનો ડિંડોલીના પ્લોટનો કબ્જા સહિતનો વેચાણ કરાર લખાવી લીધો હતો. સંજીવસિંગે 6.44 લાખ વસૂલી લીધા હતા છતાં 4 ટકાના વ્યાજ અને મુદ્દલ મળી વધુ રૂપિયા 8 લાખની પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપતો હતો. સંજીવસિંગ સાથે સંતોષ શાહ પણ દમદાટી આપતો હતો. તેઓએ અજય અને તેની પત્નીને અપશબ્દો બોલી માર પણ માર્યો હતો. સંતોષે રિવોલ્વરની અણીએ ધમકી આપી હતી. ત્યારબાદ મકાન પણ પચાવી પાડયું હતુ. અજયસિંહે આ મામલે ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે ખંડણી અના ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ એક્ટ અન્વયે ગુનો નોંધી હતી. દરમિયાન પોલીસે વ્યાજંકવાદી સંજીવકુમારસિંગ ઉર્ફે ગુડ્ડુસિંગ અમરેશસિંગ (ઉ.વ.46, રહે- મધુસુદન રોહાઉસ, ગોડાદરા)ની ધરપકડ કરી હતી.

See also  Surat: સહી સલામત મળ્યું બાળક, પોલીસે બાળકને લઈ જનારી મહિલાને કરી ડિટેન

 

અજંટા શોપિંગ સેન્ટરના વ્યાજખોર પ્રેમ સામે ફોજદારી

લિંબાયતના સંજયનગર ખાતે રહેતા સુનિતાબેન યશવંતભાઇ વરછે (45) ઘરે ઘાગા કટિંગનું કામ કરે છે. વર્ષ 2017માં મકાન બનાવવા માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા તેમણે કિન્નરી સિનેમા પાસે અજંટા શોપિંગ સેન્ટરમાં આવેલી ઓફિસ ધરાવતા પ્રેમ નામના ફાયનાન્સર પાસે 2 લાખ ઉછીના લીધા હતા. જે ઉછીની રકમ સામે મકાનનો દસ્તાવેજ લઇ લીધો હતો. તેણીએ ટૂકડે-ટૂકડે 3.24 લાખ ચૂકવી દીધા છતાં પ્રેમ વધુ રૂપિયા 1.20 લાખની માંગણી કરી ધાક-ધમકી આપતો હતો. લિંબાયત પોલીસે વ્યાજખોર પ્રેમ સામે ગુનો નોંધ્યો હતો.

33 ટકા વ્યાજે નાણાં ફેરવતો વ્યાજખોર મુથ્થુસ્વામી પકડાયો

10થી 33 ટકાના ઊંચા વ્યાજના દરે નાણાં ફેરવતા વ્યાજખોર મુથ્થુસ્વામી રંગાસ્વામી ગૌંડર (ઉ.વ.51, રહે-રંગ અવધુત નગર, રાંદેર- મુળ તમિલનાડુ) સામે કતારગામ પોલીસમાં ગુનો દાખલ થયો હતો. તે જરૂરિયાતમંદ લોકોને વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવતો હતો. મુથ્થુસ્વામીને એસઓટીજીની ટીમે કતારગામ દરવાજા પાસેથી પકડી પાડયો હતો. પોલીસને તેની પાસેથી વ્યાજના પૈસાના હિસાબની અને ઉઘરાણીના હિસાબની ડાયરી ડેઇલી કલેકશન કાર્ડ સહિતનો મદ્દામાલ કબ્જે લીધો હતો.

See also  Surat: નકલી નોટો છાપતા ભેજાબાજ શખ્સની ઓલપાડ પોલીસે કરી ધરપકડ



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read