HomeNewsસુરતની 17 શાળાઓમાં ધોરણ-10ની પરીક્ષાનું મધ્યસ્થ મૂલ્યાંકન થશે

સુરતની 17 શાળાઓમાં ધોરણ-10ની પરીક્ષાનું મધ્યસ્થ મૂલ્યાંકન થશે


  • આગામી માર્ચ મહિનામાં લેવાનાર બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ
  • મૂલ્યાંકન કેન્દ્રોના નિયામકને સોગંદનામુ આપવા સુરત DEOનો આદેશ
  • સુરતની 17 શાળાઓમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યું

સુરત સહિત રાજ્યની શાળાઓમાં આગામી માર્ચ માસમાં લેવાનારી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાને લઇને સ્થાનિક શિક્ષણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં હવે ધોરણ-10ની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો માટેની યાદી જાહેર કરાઇ છે. યાદી પ્રમાણે શાળાઓમા ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન તશે. તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મૂલ્યાંકન કેન્દ્રોના નિયામકને સોગંદનામુ આપવાનો આદેશ કર્યો છે.

નોધનીય છે કે, દિવાળી વેકેશનના આરંભ પૂર્વે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધોરણ-10ની પરીક્ષાની બેઠક વ્યવસ્થાના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો, બ્લોકની જાહેરાત કરી હતી. તેમાં કઇ કઇ શાળાઓમાં પરીક્ષા લેવાશે તે માટેની યાદી જાહેર કરી શાળા સંચાલકો, આચાર્યો પાસેથી વાંધા અરજી મંગાવી હતી. જ્યારે હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની યાદી સાથે તે કેન્દ્રોના નિયામક પાસેથી સોગંદનામુ મંગાવવામાં આવ્યુ છે.

See also  सूरत : वन विभाग ने 5 करोड़ से अधिक कीमत की खैर की लकड़ी जब्त | सूरत News

શિક્ષણાધિકારી કચેરીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની આગામી માર્ચ-2023માં જાહેર પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે. તે માટે સુરતની 17 શાળાઓમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યું છે. યાદી મુજબની શાળાઓએ 3 નવેમ્બર સુધીમાં જરૂરી માહિતી સાથે રૂબરૂમાં હાજર રહેવું પડશે. આ યાદીમાં આઇ.સી.ગાંધી, કડીવાલા, વિદ્યાભારતી, જીવનભારતી, એલપીડી, વામદોત્ત સાર્વજનિક સ્કૂલ, એન.બી. પટેલ, જે.એમ. પટેલ સ્કૂલ, લીલાબા, એસ.ઇ.એમ. સ્કૂલ, ન્યૂ મોડલ, પંચશીલ સ્કૂલ, એમ.યુ.એસ. સ્કૂલ, પ્રેસિડન્સી સ્કૂલ, ભૂલકા વિહાર સ્કૂલ, મેરી માથા સ્કૂલ, ગુરુકૃપા વિદ્યાસંકુલ શાળાનો સમાવેશ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read