HomeNewsસુરતની કેટલીક સંસ્થાઓએ શ્રમિકોના આંગણે ઉજવી દિવાળી

સુરતની કેટલીક સંસ્થાઓએ શ્રમિકોના આંગણે ઉજવી દિવાળી


– સેવાભાવી સંસ્થાઓએ જરૂરિયાતમંદોને દિવાળીની કિટ આપી દિલમાં દિવા પ્રગટાવ્યા

કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા તો કોઈ રસ્તે ફરતા ફેરીયાઓ પાસે તો કોઈ શ્રમજીવી વસાહતમાં જઈ લોકોને દિવાળીના કપડા, ફટાકડા, મીઠાઈ આપી દિવાળીની સાચા અર્થમાં કરી ઉજવણી

સુરત, તા. 25 ઓક્ટોબર 2022 મંગળવાર

સુરતની કેટલીક સેવાભાવી સંસ્થાઓને કારણે ઝૂંપડપટ્ટી અને શ્રમજીવી વસાહતમાં રહેતા લોકોની દિવાળી શક્ય બની છે. આ સેવાભાવી સંસ્થાઓએ શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદોને શોધીને તેમને દિવાળીની ભેટ આપતા તેઓની દિવાળીની ઉજવણી ભવ્ય થઈ છે. સેવાભાવી સંસ્થાઓ ઝુપડપટ્ટી વિસ્તાર સમજી-વિસ્તાર કે રસ્તે ધંધો કરતા ફેરિયાઓ ને શોધીને તેમને દિવાળીની ઉજવણી માટે ની ભેટ આપી સાચા અર્થમાં દિવાળીની ઉજવણી કરી છે.

કોરોના ના બે વર્ષ બાદ સુરતીઓએ આ વર્ષે દિવાળી ની ભવ્ય ઉજવણી કરી છે. ઉજવણી કરવા માટે સમર્થ એવા સુરતીઓની સાથે સાથે માંડ બે છેડા ભેગા કરતા શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે દિવાળીની ઉજવણી દુર્લભ બની છે. આવા લોકો પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે. સુરતમાં 365 દિવસ સેવાનું કામ કરતી હોમ ચેરીટેબલ ટ્રસ્ટ ગઈકાલે દિવાળીની રાત્રે શહેરના ગાંધી કુટીર અને કાલે પોઇન્ટના સ્લમ વિસ્તારમાં પહોંચી હતી. ટીમના જીજ્ઞેશ ગાંધી અને ટીમે સ્લમ વિસ્તારમાં રહેતાં 500થી વધુ બાળકોને એક એક જોડી કપડાં, મીઠાઈ, ચોકલેટ અને બિસ્કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ લોકો સાથે દિવાળીની ઉજવણી કરીને તેમની સમસ્યાને નજીકથી જાણીને તેમને મદદરુપ થવા માટેની તૈયારી બતાવી હતી.

See also  સચિનની પરિણીતાનો આપઘાત કેસ: સંતાન માટે શારિરીક-માનસિક ત્રાસ ગુજારનાર પતિ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ

આવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં કામ કરતી સંસ્થા મુસ્કાન ટ્રસ્ટ દ્વારા શહેરના વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં શ્રમજીવીઓ વિસ્તારમાં જઈને 1100થી વધુ છોકરીઓને કટલરી કીટ સાથે બિસ્કીટ અને અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. શહેરની અન્ય એક સંસ્થા સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા દિવાળી પર્વ દરમિયાન સ્માઇલ કીટ વિતરણ કરવામાં આવી હતી. રસ્તા પર રહેતા નિરાધાર અને શ્રમજીવી પરિવારોને કીટ વિતરણ તથા વસ્ત્ર દાન કરવામાં આવ્યું હતું. સોશિયલ આર્મી ગ્રુપ ના સભ્યો જેમને છેલ્લા એક સપ્તાહથી વધારે સમય રાત અને દિવસ આ સ્માઈલ કીટ મા દિવાળી જેવા તહેવારમા પણ આ કિંમતી સમય આપી ગરીબોને દિવાળી સમયે ભેટ આપીને તેમની દિવાળીની ઉજવણી સારી રીતે થાય તેવી કામગીરી કરી હતી.

See also  પગની સર્જરીમાં તબીબી બેદરકારી બદલ રૃ.5 લાખ વળતરની માંગ નકારાઇ

સુરતની સેવાભાવી સંસ્થા જીતુભાઈ જરીવાલાએ પોતાની સંસ્થા સાથે ભીમરાડ વિસ્તારમાં ગયા હતા. તેઓએ દિવાળી દરમિયાન ગરીબ બાળકોને ફટાકડા કપડાં અને મીઠાઈ આપીને બાળકોના ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતની આવી સંસ્થાઓને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને સાચા અર્થમાં દિવાળીની ઉજવણી કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read