HomeNewsસુરતના SVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત, એક ગંભીર

સુરતના SVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત, એક ગંભીર


  • SVNITના ખાળ કૂવામાં ગટર લાઇન માટે શ્રમિકને બોલાવ્યા હતા
  • કોન્ટ્રાકટર શ્રવણ પણ ગટર લાઈનમાં જતા બંને બેભાન મળ્યા હતા
  • ગટરમાં કામ કરતા સત્યમ અને કાદિર નામના શ્રમિકનું મોત થયું હતું

SVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત થયા છે. કોલેજના ગટર લાઇન નાખવા માટે નીચે ઉતરેલા શ્રમિકો સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં સુરતના મેયર હોસ્પિટલ પહોંચ્યા

મંગળવારે સવારે એસવીએનઆઇટી ખાળ કૂવામાં ગટર લાઇન નાખવા માટે શ્રમિકને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે બે મજૂરો પૈકી એક ગટર લાઇનની કામગીરી માટે નીચે ઉતર્યા હતા. ત્યાર બાદ ઘણી વાર પછી પણ શ્રમિક બહાર નહીં આવતા કોન્ટ્રાક્ટર શ્રવણે અન્ય શ્રમિકને નીચે ગટરમાં જોવા મોકલ્યો હતો. જો કે, સત્યમ હરેન્દ્ર શાહ અને કાદિરનું મોત થયું હતું. જ્યારે કોન્ટ્રાકટર શ્રવણ પણ ગટર લાઈનમાં જતા બંને બેભાન મળ્યા હતા. તાત્કાલિક ફાયબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ત્રણેયને બહાર લાવ્યા હતા. એ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સત્યમ અને કાદિરનું મોત થયું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર શ્રવણ હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેની પણ સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં મેયર હેમાલી બોઘાવાલા પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેઓએ મૃતકના પરિવાર જનોએ સાંત્વના પાઠવી હતી.

See also  સુરત શહેરમાં કોરોનાના નવા 30-જિલ્લામાં 15 દર્દી નોંધાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read