HomeNewsસુરતના સરથાણા ગઢપુર રોડ પર ખુલ્લી જગ્યામાં દારૂના કાર્ટિંગ વેળા જ પીસીબી...

સુરતના સરથાણા ગઢપુર રોડ પર ખુલ્લી જગ્યામાં દારૂના કાર્ટિંગ વેળા જ પીસીબી ત્રાટકી


Updated: Jan 10th, 2023

– દારૂનો જથ્થો સોડાના થ્રિ વ્હીલ ટેમ્પો, ફોર વ્હીલ ટેમ્પો, ટવેરા અને મોપેડ પર મૂકી હેરાફેરીની તૈયારી કરતા ત્રણ ઝડપાયા 

– કુખ્યાત માંગીલાલ કીર અને તેનો ભાઈ લાવ્યા હતા : રૂ.2.42 લાખના દારૂ સહિત કુલ રૂ.14.65 લાખનો મુદ્દામાલ કબજે 

સુરત,તા.10 જાન્યુઆરી 2023,મંગળવાર  

સુરતના સરથાણા શ્યામધામ મંદિર ચાર રસ્તાથી ગઢપુર જતા રોડ પર ખુલ્લી જગ્યામાં વાહનોમાં દારૂ ભરાતો હતો ત્યારે ત્રાટકેલી પીસીબીએ દારૂનો જથ્થો સોડાના થ્રિ વ્હીલ ટેમ્પો, ફોર વ્હીલ ટેમ્પો, ટવેરા અને મોપેડ પર મૂકી હેરાફેરી કરતા ત્રણને ઝડપી પાડી રૂ.2.42 લાખના દારૂ સહિત કુલ રૂ.14.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દિલીપસિંહ અને અજયસિંહ રામદેવસિંહને મળેલી બાતમીના આધારે પીસીબીએ સરથાણા શ્યામધામ મંદિર ચાર રસ્તાથી ગઢપુર જતા રોડ પર ખોડીયારનગર સોસાયટીની સામે ખુલ્લી જગ્યામાં રેઈડ કરી ત્યાં નંબર વિનાનો ફોર વ્હીલ ટેમ્પો, નંબર વિનાની ટવેરા, રોયલ સ્ટ્રોંગ સોડા લખેલો સોડાનો થ્રિ વ્હીલ ટેમ્પો ( નં.જીજે-05-યુયુ-9358 ) અને મોપેડ ( નં.જીજે-05-એસડી-2668 ) માં દારૂ ભરી હેરાફેરીની તૈયારી કરતા કિશન રોશનજી કીર ( ઉ.વ.20 ), શિવરાજ ધન્નાલાલ કીર ( ઉ.વ.32 ) અને દિનેશ બંસીલાલ કીર ( ઉ.વ.25 ) ( ત્રણેય રહે.203, વ્રજનંદની સોસાયટી, રાજુ ખટીકના મકાનમાં, નરસાડ રોડ, કામરેજ, સુરત. મૂળ રહે.રાજસ્થાન ) ને ઝડપી લીધા હતા.

See also  SMCમાં નોકરીના બહાને 9 લોકો પાસે રૂા.20 લાખ ખંખેરી લેવાયા

પીસીબીએ સ્થળ પરથી રૂ.2,41,560 ની મત્તાની દારૂની 1552 નાની મોટી બોટલ, વાહનો, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.14,65,060 નો મુદ્દામાલ કબજે કરી દારૂ લાવનાર કુખ્યાત બુટલેગર માંગીલાલ ગણેશલાલ કીર ( રહે.વાવ, કામરેજ,સ સુરત. મૂળ રહે.રાજસ્થાન ) અને તેના ભાઈ જમનાલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા.દારૂની હેરાફેરી માટે તેમણે ફોર વ્હીલ ટેમ્પોમાં ચોરખાનું બનાવ્યું હતું.જયારે પોલીસને શંકા નહીં જાય તે માટે સોડા વેચતા ટેમ્પોમાં દારૂની બોટલો ભરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read