HomeNewsસુરતના સમાજ સેવકોએ એચ.આઈ.વી. પોઝીટીવ બાળક સાથે કરી દિવાળીની ઉજવણી

સુરતના સમાજ સેવકોએ એચ.આઈ.વી. પોઝીટીવ બાળક સાથે કરી દિવાળીની ઉજવણી



– સેવાભાવી સંસ્થાઓએ સાથે મળીને કામરેજ ખાતે આવેલા એચ.આઈ.વી.  પોઝીટીવના કેર હોમમાં જઈ બાળકીઓને દિવાળી ની ગિફ્ટ આપી 

સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

પ્રકાશના પર્વ સાથે સાથે ઉત્સાહ અને ઉમંગ નો પર્વ દિવાળી આવી ગઈ છે. હાલની કારમી મોંઘવારી માં માંડ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતા લોકો અને સમાજ થી તરછોડાયેલા લોકો માટે દિવાળીની ઉજવણી સપનું જ બની ગઈ છે. જોકે, આવા લોકોનું સપનું સાકાર કરવા માટે કેટલાક સમાજ સેવી લોકો અને સંસ્થાઓ આગળ આવી રહી છે જેના કારણે જરૂરિયાતમંદ લોકો પણ દિવાળીની ઉજવણી ઉત્સાહથી કરી શકે છે. 

આ દિવાળીની ઉજવણી સુરતીઓ ભારે ઉત્સાહ અને ઉમંગથી પોતે તો કરે છે  પરંતુ સાથે સાથે જરૂરિયાત મંદ પણ દિવાળીની ઉજવણી કરી શકે તેવો પ્રયાસ પણ કેટલાક લોકો કરી રહ્યા છે. સુરતના કામરેજ ખાતે એચ.આઈ.વી. પોઝીટીવ બાળકીઓ માટે કેર હોમ બનાવવામા આવ્યું છે.  એચ.આઈ.વી. પોઝીટીવ બાળકીઓ માટે બનેલા કેર હોમમાં 45થી વધુ બાળકીઓ છે તેઓ પણ દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સમાજ સેવાનું કામ કરતાં મોના ભાઈદાસવાળા અને સીટી લાઈટ ખાતેની  અગ્રસેન મહિલા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

See also  सूरत को कर्मभूमि बनाने वाले राजस्थानी परिवारों ने पारम्परिक घेर नृत्य के साथ होली पर्व मनाया  | सूरत

હાલ સમાજમાં એચ.આઈ.વી. પોઝીટીવ લોકો સાથે કેટલાક ભેદભાવ રાખે છે પરંતુ જીએસએનપી. પ્લસની સ્થાપના બાદ આ ભેદભાવ ઘટી રહ્યાં છે અને જોકે, હજી પણ સમાજમાં કેટલાક લોકો  પોઝિટિવ લોકો સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. પરંતુ આ સંસ્થા કામરેજ કેર હાલમાં ગઈ હતી અને બાળકીઓ માટે નવા કપડાં, જીવન જરૂરિયાતની વસ્તુ સાથે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ તેઓને દિવાળી માટે દિવા પણ આપવામા આવ્યા હતા. 

હાલમાં ઘણા લોકો એવા લોકો સાથે તહેવારની ઉજવણી કરી આવી બાળકીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસ કરી રહ્યાં છે તેમાં સફળતા પણ મળી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read