HomeNewsસુરતના વેપારી પાસે ભાજપના 282 સાંસદોની જન્મતારીખ સાથેનું રૂ.10ની નોટનું આલબમ

સુરતના વેપારી પાસે ભાજપના 282 સાંસદોની જન્મતારીખ સાથેનું રૂ.10ની નોટનું આલબમ


  • બ્રિટિશ શાસનની રૂ.1ની નોટથી માંડીને પોર્ટુગીઝોએ બહાર પાડેલી નોટનું કલેક્શન
  • ચલણી નોટના સંગ્રાહક સુરતના વેપારી હવે ઈંગ્લેન્ડમાં યોજાનાર પ્રદર્શનમાં ભાગ લેશે
  • બ્રિટિશ શાસનના 1933 વર્ષના સમયમાં જયોર્જએ રુ.10ની નોટ બહાર પાડી

ભારત દેશ આઝાદ થયો અને દેશનું ચલણ અમલમાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધીની તમામ દરની ચલણી નોટનું કલેકશન રાખવાનો અનોખો શોખ શહેરના અડાજણ પાટિયા વિસ્તારના યુવાન વેપારી ધરાવે છે. તેમની પાસે બ્રિટિશ કાળની પણ જુદા જુદા દરની ચલણી નોટ પણ ઉપલબ્ધ છે. આ વેપારીએ દેશના અનેક શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં ભાગ લીધો છે. હવે તેઓ આગામી સમયમાં ઈંગ્લેન્ડમાં યોજાનાર પ્રદર્શનમાં ભાગ લેવા ઈચ્છુક છે. શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા અબ્રાર ટાવરમાં રહેતા સમીર રફીકભાઇ ઉનાવાલા જુદા જુદા દર અને જુદા જુદા દેશની ચલણી નોટનું કલેકશન કરવાનો અનોખો શોખ ધરાવે છે. બીએસસી કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કરનાર સમીર ઉનાવાલા સ્લોટેડ એંગલ રેક્સ બનાવવાનો ધંધો કરે છે. ધંધામાંથી સમય કાઢીને તેઓ ચલણી નોટ કલેકશનમાં સિકવલ અને સિરીઝ મુજબ ગોઠવે છે. તેમની પાસે ગત 1917ના વર્ષમાં ભારતમાં બ્રિટીશ કાળમાં બહાર પાડવામાં આવેલી રુપિયા એકની નોટથી લઇને અત્યાર સુધીની જુદા જુદા દરની દરેક નોટનું અનોખુ કલેકશન હાજર છે.

See also  Surat-delhi Flight Diverted To A’bad Following Bird-hit | Surat

બ્રિટીશ – પોર્ટુગિઝોએ બહાર પાડેલી નોટનું કલેકશન ઉપલબ્ધ

બ્રિટિશ શાસનના 1933 વર્ષના સમયમાં જયોર્જએ રુ.10ની નોટ બહાર પાડી હતી. તેમજ ગોવા રાજયમાં પોર્ટુગીઝ શાસન સમયે બહાર પાડેલી રુ.50ના દરની નોટ પણ સમીર ઉનાવાલા પાસે છે. આ નોટ બહાર પાડયા પછી સમયાંતરે પોર્ટુગીઝોએ રદ કરતા નોટમાં હોલ કરાયું હતું એ નોટ પણ સામેલ છે. જો કે અંગ્રેજ શાસનકાળ સમયના સિલ્વર કોઇન પણ હતા, જેનો સંગ્રહ કરવાનું ટાળી રહ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મતારીખ સાથે રૂ.500ની નોટની સિરીઝ મુજબનો ફોટો

સમીર ઉનાવાલા પાસે એક અનોખું આલ્બમ પણ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મતારીખ 17-9-50 છે, જેમાં રુ.500ના દરની નોટબંધી સમયની નોટની સીરીઝ મુજબ 170950 મુજબ જન્મતારીખની સાથેનો ફોટો, તેમજ ગૃહમંત્રી અમિત શાહની જન્મતારીખ 22-10-64, રાજનાથસિંહની 10-7-51 અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5-6-72ની રુ.10ની નોટની સીરીઝ નંબર અને સાંસદ સી. આર. પાટીલ સહિત 282 સાંસદ સભ્યોની જન્મતારીખ સાથેની રુ.10ની નોટની સીરીઝ, ફોટો કલેકશન આલ્બમ છે.

See also  3 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા: સુરતમાં 18044 વિદ્યાર્થીઓ નોંધાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read