HomeNewsસુરતના વેડગામમાં બે સંતાનના પિતાનો કોઝવેમાં ઝંપલાવી આપઘાત કર્યો

સુરતના વેડગામમાં બે સંતાનના પિતાનો કોઝવેમાં ઝંપલાવી આપઘાત કર્યો


  • પત્નીને વિડીયો કોલમાં કોઝવે પર દેખાયા બાદ પતિની લાશ મળી
  • દુકાને જવાની વાત કરીને યુવક કોઝવેમાં ખાતે પહોંચી ગયેલો
  • યુવકે બાઈક પર પાકિટ અને થેલો મૂકી કોઝવેમાં ઝંપલાવી દીધું હતું  

સુરત શહેરના વેડગામના બે સંતાનના પિતાએ મંગળવારે રાત્રે કોઝવેમાં ઝંપલાવી આપધાત કરી લીધો હતો. પત્નીને કરેલા વિડીયો કોલમાં છેલ્લે કોઝવે પર દેખાયા બાદ પતિની લાશ જોવા મળતા શોક છવાઈ જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ મુળ મહેસાણાના વતની અને હાલ, વેડગામમાં આવેલા નીચલુ ફળિયામાં રહેતા કિરણભાઈ રમેશભાઈ પારેખ (ઉં.વ.40) હેર સલૂન ચલાવતા હતા. મંગળવારે તેમની તબિયત ખરાબ હોય તેઓ દુકાને ગયા નહોતા. ત્યારબાદ સાંજે પત્નીને દુકાને જવાનું કહી બાઈક પર નીકળ્યાં હતા. દરમિયાન કિરણભાઈના પિતાએ તેમની ખબર અંતર પુછવા ઘરે ફોન કરતા પત્નીએ તેઓ દુકાને ગયા હોવાનું કહ્યું હતું. ત્યારે પિતાએ કિરણભાઈ દુકાને આવ્યાં નહી હોવાનું કહેતા પત્નીએ વિડીયો કોલ કર્યો હતો. જે કિરણભાઈએ રિસિવ કરતા તેઓ કોઝવે પર દેખાયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો કોઝવે પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં કિરણભાઈએ તેમની બાઈક પર પાકિટ અને થેલો મૂકી કોઝવેમાં ઝંપલાવી દીધું હતું. તેમને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેમનું મોત થઈ ચૂક્યું હતું. મૃતક કિરણભાઈના અકાળે મોતથી તેમના પુત્ર અને પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. 

See also  Surat: સુરતમાં BJP નેતા પક્ષનો ખેસ ધારણ કરી પરીક્ષા કેંન્દ્ર પર નજરે પડ્યા

ચોકબજાર પોલીસે જણાવ્યું હતું કે, કિરણભાઈએ કોઝવેમાં ઝંપલાવી આપધાત કરી લીધો છે. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. બનાવ અંગે મહિલા પીએસઆઈ પી. ડી. કોટડીયા તપાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read