HomeNewsસુરતના મોટા વરાછામાં BMW કારમાં આગ ભડકી ઉઠતા નાસભાગ

સુરતના મોટા વરાછામાં BMW કારમાં આગ ભડકી ઉઠતા નાસભાગ


  • સ્ટાર્ટ કરતાની સાથે જ કાર ભડકે બળી
  • ફાયરના જવાનોએ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા
  • શોર્ટ સર્કિટને લીધે બનેલી ઘટના: ફાયર બ્રિગેડ

મોટા વરાછા સ્થિત રામચોક પાસે બુધવારે બપોરના સુમારે પાર્કિંગમાં ઉભેલી BMW કાર શરૂ કરતાની સાથે આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું છે.

બુધવારે બપોરે 2:13 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં મોટા વરાછા સ્થિત રામચોક પાસે પાર્કિંગમાં ઉભેલી એક બીએમડબલ્યુ કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારના એન્જિન તેમજ કારના નીચેના ભાગમાં ભડકેલી આગ કાબુમાં લીધી હતી.

See also  सूरत: बाबा श्याम की जयकार के साथ हुआ वर्ष 2024-25 की ट्रस्ट कार्यकारिणी का गठन | सूरत News

સબ ફાયર ઓફિસર ભુપેન્દ્રસિંગ રાજએ જણાવ્યું હતું કે, કારના ચાલક વિશાલ ધોળકિયાએ કાર શરૂ કરતાની સાથે આગ ભડકી ઉઠી હતી. જેને પગલે કાર ચાલક વિશાલ ધોળકિયા તાબડતોબ નીચે ઉતરી ગયો હતો. બીજી બાજુ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે. કારના એન્જિનમાંથી ઓઈલ લિકેજ થઈ રહ્યું હતું. લિકેજ થતું ઓઈલ કારના વાયરીંગ સુધી પહોંચતા અને વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read