HomeNewsસુરતના નેતાઓએ ઉત્તરાયણમાં લોકો સાથે પતંગ ચગાવ્યા

સુરતના નેતાઓએ ઉત્તરાયણમાં લોકો સાથે પતંગ ચગાવ્યા


Updated: Jan 15th, 2023

રાજકારણમાં પેચ લગાવતા નેતાઓએ ઉતરાયણમાં પતંગની પેચ લગાવી

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, વન મંત્રી મુકેશ પટેલે જુદી જુદી જગ્યાએ પતંગ ચગાવી ઉતરાયણ ની ઉજવણી કરી

સુરત, તા. 15 જાન્યુઆરી 2023 રવિવાર

સુરતીઓ અને ગુજરાતીઓમાં પ્રાણ ફુંકતા એવા મકરસંક્રાંતિના તહેવારના રંગમાં ભારત અને ગુજરાત સકારના મંત્રી અને સુરતના નેતાઓ પણ રંગાયા  હતા. રાજકારણના આકાશમાં કાવાદાવાની પેચ લગાવતા સુરતના મંત્રીઓએ આજે કાર્યકરો- પરિવાર સાથે સુરતના આકાશમાં પતંગની પેચ લગાવી ઉતરાયણની ઉજવણી કરી હતી. 

સતત વ્યસ્ત રહતેાં ભારત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીઓ ઉતરાયણ વખતે તેમના હોમ ટાઉન સુરત આવ્યા હતા અને તેઓએ અસલ સુરતી સ્ટાઈલમાં ઉતરાયણની ઉજવણી કરી હતી.

See also  गैसोलीन के साथ 12 प्रतिशत इथेनॉल का उत्पादन करता है भारत : प्रह्लाद जोशी | भारत News

સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શના જરદોશે ઉતરાયણનો સંદેશો આપવા સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી તેમની ઉજવણી વખતે સ્થાનિક ધારાસભ્ય પુર્ણેશ મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપના કાર્યકરો સાથે ઉજવણી મંત્રીએ કરી હોવાથી કાર્યકરોનો ઉત્સાહ વધ્યો હતો.

ગુજરાત સરકારમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવતાં ગૃહ મંત્રી હર્ષસંઘવી તેમના મત વિસ્તારમાં પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. તેઓએ અસલ સુરતી સ્ટાઈલમાં પતંગનો દોરો ખેંચીને પતંગ ચગાવ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા તેમના મત વિસ્તાર સિમાડા પહોંચ્યા હતા જ્યાં તેઓએ  કાર્યકરો સાથે ઉતરાયણની ઉજવણી કરીને પતંગ ચગાવવા સાથે લોકોને ઉતરાયણનો સંદેશો આપ્યો હતો.

ગુજરાતસરકારના વન મંત્રી મુકેશ પટેલ મોટા વરાછા વિસ્તારમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે પતંગ ચગાવવા પહોંચ્યા હતા. વન મંત્રીએ ઉતરાયણની ઉજવણીની સાથે સાથે ઉજવણી દરમિયાન પશુ પક્ષીઓને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા માટે લોકોને અપીલ કરી હતી. 

See also  છૂટાછેડા લઇ દુષ્કર્મ પીડિતાએ પૂર્વ પતિ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read