HomeNewsસુરતના ડીંડોલીમાં ક્રાઇમ બ્રાંચનું ગુપ્ત ઓપરેશન: આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની ISI એજન્ટને...

સુરતના ડીંડોલીમાં ક્રાઇમ બ્રાંચનું ગુપ્ત ઓપરેશન: આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની ISI એજન્ટને પહોંચાડતો યુવક પકડાયો


– મહારાષ્ટ્રીન યુવાન દિપક સાળુંકે સાત મહિનાથી ભારતીય આર્મીની ઇન્ફ્રન્ટી, રેજીમેન્ટ, આર્ટીલરી તથા બ્રિગેડની માહિતી માહિતી પહોંચાડતો હતો

– ફેસબુક પર પૂનમ શર્મા નામની ફેક આઇડી ધારકે કરાંચી બેઇઝ એજન્ટ હોવાની ઓળખ આપી આર્થિક લાભની લાલચ આપ્યાની કબૂલાત

સુરત
સુરત ક્રાઇમ બ્રાંચે સોમવારે રાતે ડીંડોલીની યોગેશ્વર પાર્ક સોસાયટીમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનના કરાંચી બેઇઝ આઇએસઆઇ એજન્ટ સાથે શોશ્યિલ મિડીયાના માધ્યમથી સંર્પકમાં રહી ભારતીય આર્મીની ઇન્ફ્રન્ટ્રી, રેજીમેન્ટ, આર્ટીલરી તથા બ્રિગેડની અતિ ગુપ્ત માહિતી મોકલાવી દેશ સાથે ગદ્દારી કરનાર મૂળ મહારાષ્ટ્રીય યુવકને ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. આઇએસઆઇ એજન્ટને ગુપ્ત માહિતી પહોંચાડતો હોવાથી એટીએસ અને આઇબી સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સુરત દોડી આવી છે.
ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે દીપક સાળુંકે નામનો વ્યક્તિ પાકિસ્તાનના હમીદ નામના આઇએસઆઇ એજન્ટના સંર્પકમાં છે અને આર્મીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલાવી આર્થિક ફાયદો મેળવી રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે સોમવારે રાત્રે ગુપ્ત ઓપરેશન હાથ ધરી ડીંડોલીની યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દિપક કિશોર સાળુંક (ઉ.વ. 30) ને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ અંતર્ગત તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે ફેસબુક પર પૂનમ શર્મા નામની રીકવેસ્ટ આવી હતી અને તે એક્સેપ્ટ કર્યા બાદ તેની મેસેન્જર પર ચેટ કરતો હતો. ચેટ દરમિયાન પૂનમ શર્મા નામનું આઇડી ફેક હોવાનું અને પોતે પાકિસ્તાની આઇસીઆઇ એજન્ટ હમીદ તરીકેની ઓળખ આપી ભારતીય આર્મીની ઇન્ફ્રન્ટ્રી, રેજીમેન્ટ, આર્ટીલરી તથા બ્રિગેડની માહિતી તથા ભારતીય સેનાના વાહનોની મુવમેન્ટ અને અતિગુપ્ત માહિતીની માંગણી કરી હતી. જેના બદલામાં આર્થિક લાભ મળશે એવું કહેતા પોતે લાલચમાં આવી માહિતી શેર કરવાનું શરૂ કર્યુ હતું. ભારતીય આર્મીના વિડીયો અને ફોટો યુ-ટ્યુબ તથા ગુગલ પરથી સર્ચ કરી મોકલાવતો હતો અને તેના બદલામાં ક્રિપ્ટો કરન્સીના પેમેન્ટના પ્લેટફોર્મ યુએસડીટી થકી પોતાના એકાઉન્ટમાં અત્યાર સુધીમાં રૂ. 75,856 ટ્રાન્સફર થયા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમ ચોંકી ગઇ હતી અને આ અંગેની જાણ એટીએસ, સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી ઉપરાંત અન્ય ઇન્ટેલિજીન્સ એજન્સીને જાણ કરતા તેઓ પણ સુરત દોડી આવ્યા છે.

See also  રાહુલ ગાંધીની ભારત યાત્રાથી ભાજપ ગભરાઈ ગયું છે અને બોખલાઈ ગયું છે: અશોક ગહેલોત

બીજી તરફ સોશ્યિલ મિડીયાના માધ્યમ થકી હમીદ સાથે સંર્પકમાં આવ્યો અને યુ-ટ્યુબ તથા ગુગલ પરથી આર્મીના ફોટો કોપી કરી શેર કર્યાની વાત પોલીસ અને સુરક્ષા એજન્સીને ગળે ઉતરતી નથી અને હાલમાં તેની આકરી પૂછપરછ ચાલી રહી છે. પોલીસે દીપકનો મોબાઇલ ફોન ઉપરાંત તેના સોશ્યિલ મિડીયા એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ તથા કોલ ડિેટેઇલની માહિતી મેળવી તે અંગે સદ્યન તપાસ હાથ ધરી છે.

આઇએસઆઇ એજન્ટ હમીદ સાથેની ચેટ અને કોલીંગ હીસ્ટ્રી ડિલીટ કરી દીધી
શંકાના દાયરામાં આવેલા દીપક સાળુંકેના બેંક એકાઉન્ટમાં પાકિસ્તાનથી ટ્રાન્જેક્શન થતા હોવાથી ચોંકી ગયેલી પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી દીપક સાળુંકેને દબોચ્યો ત્યારે તેનો મોબાઇલ કબ્જે લઇ લીધો હતો. પોલીસે મોબાઇલમાં શોશ્યિલ મિડીયા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ ચેટ ચેક કરી હતી. પરંતુ ચાલાકી દીપકે ફેસબુક મેસેન્જરમાંથી પૂનમ શર્મા નામની ચેટ હીસ્ટ્રી અને વ્હોટ્સએપમાંથી પણ તેણે ચેટ હીસ્ટ્રી અને કોલીંગ હીસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી. દીપકની પ્રાથમિક પૂછપરછમાં તે જયારે પણ હમીદ સાથે ચેટ કે કોલીંગ કરતો હતો ત્યારે તુરંત જ હીસ્ટ્રી ડિલીટ કરી દેતો હતો. જો કે આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હીસ્ટ્રી રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

See also  રૃા.4 લાખના ચેક રીટર્ન કેસમાં મુંબઈવાસી આરોપી સંચાલકોને એક વર્ષની કેદ

મની ટ્રાન્સફરનો ધંધો શરૂ કર્યો અને પાકિસ્તાની રૂપિયાને ભારતીય ચલણમાં ફેરવવાની ઓફર આપી
દીપક સાળુંકે કોરોના કાળ પહેલા સાંઇ ફેશન નામની ડીંડોલીમાં કપડાની દુકાન ચલાવતો હતો. પરંતુ કોરોના મહામારીના કારણે દુકાન બંધ રહેતા ખોટ જવાથી ધંધો બંધ કરી મની ટ્રાન્સફરનો ધંધો શરૂ કર્યો હતો. આ દરમિયાન દીપક ફેસબુક મેસેન્જર પર પૂનમ શર્મા નામની ફેક આઇડી ધારક હમીદ સાથે ચેટ કરતો હતો અને પોતાનો મની ટ્રાન્સફરનો ધંધો હોવાનું પૂનમ એટલે કે હમીદને જણાવ્યું હતું. આ તકનો લાભ લઇ પૂનમ નામની ફેક આઇડી પરથી વાત કરનાર હમીદે પોતાની ઓળખ આઇએસઆઇ એજન્ટ તરીકે આપી ગુપ્ત માહિતી પૂરી પાડવા ઉપરાંત પાકિસ્તાની રૂપિયાને ભારતીય ચલણમાં ફેરવવાની ઓફર પણ કરી હતી.

See also  तापी इंजीनियरिंग कॉलेज में जीपीसीबी सूरत और ग्रीनमैन विरल देसाई द्वारा पर्यावरण पर सेमिनार आयोजित

ભારતીય સીમકાર્ડ આઇએસઆઇ એજન્ટને મોકલાવ્યાની શંકા
સોશ્યિલ મિડીયાના માધ્યમથી પાકિસ્તાની આઇએસઆઇ એજન્ટ હમીદ સાથે સંર્પકમાં આવેલો દીપક સાળુંકેની પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચની સાથે દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ જોડાય ગઇ છે. તેવા સંજોગોમાં દીપકે ભારતીય આર્મીની ગુપ્ત માહિતીની સાથે સીમકાર્ડ પણ હમીદને મોકલાવ્યાની આશંકા છે. જેથી પોલીસે સીમકાર્ડ મોકલાવ્યા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે. ઉપરાંત આર્મી સહિત દેશની સુરક્ષા એજન્સીની જે ગુપ્ત માહિતી મોકલાવી છે તે કયાંથી મેળવી અને કઇ રીતે મોકલાવી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આઇએસઆઇ એજન્ટ ભારતીય નંબરથી દીપક જોડે સંર્પકમાં હતો
ભારતની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી મોકલાવનાર દીપક સાળુંકે પાકિસ્તાની આઇએસઆઇ એજન્ટ હમીદ સાથે છેલ્લા સાત મહિનાથી સંર્પકમાં હતો. પ્રાથમિક તપાસમાં દીપક હમીદ સાથે બે વ્હોટ્સએપ નંબર પર સંર્પકમાં હતો તે બંને મોબાઇલ નંબર ભારતીય હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે ક્રાઇમ બ્રાંચ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઇ છે. હમીદ પાસેના બે ભારતીય મોબાઇલ નંબરને પગલે દીપક સાળુંકેએ સીમકાર્ડ પાકિસ્તાનની એજન્ટને મોકલાવ્યા હોવાની શંકા દ્રઢ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read