HomeNewsસુરતના કડોદરામાં પોલીસની હોવાની ઓળખ આપી વિધવા મહિલા ઉપર ગેંગરેપ થયો

સુરતના કડોદરામાં પોલીસની હોવાની ઓળખ આપી વિધવા મહિલા ઉપર ગેંગરેપ થયો


  • મહિલાને ફોન કરી પોલીસની ઓળખ આપી બોલાવાઈ
  • કારમાં આવેલા બે શખ્સોએ મહિલા પર કર્યો ગેંગરેપ
  • મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

સુરત જિલ્લાના કડોદરામાં એક વિધવા મહિલા ઉપર ગેંગરેપ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને મહિલાને બળજબરીથી રસ્તા ઉપર બોલાવી હતી ત્યાર બાદ વિધવા મહિલાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કડોદરા વિસ્તારમાં બે શખ્શોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપીને એક વિધવા મહિલાને રોડ પર બોલાવી હતી. જે બાદ મહિલા રસ્તા ઉપર બહાર નીકળતા બે આરોપીઓએ એક કારમાં આવીને મહિલાને જબરજસ્તીથી કારમાં બેસાડી હતી. જે બાદ આરોપીઓએ ચલથાણ નહેરથી સાકી તરફ જતા સુમસામ રસતા પર કાર લઇ જઈને વિધવા મહિલા ઉપર ગેંગરેપ આચાર્યો હતો.

See also  फिल्म : अजय देवगन और तब्बू के ‘भोला’ का दूसरा टीजर हुआ रिलीज, माथे पर भस्म लगाये दुश्मनों का सामना कर रहे हैं अजय

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાએ પ્રતિકાર કરતા મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી. હાલ પોલીસ દ્વારા ગેંગરેપ આચરનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે કડોદરા નજીકથી ગુનામાં વપરાયેલી ગાડી પણ જપ્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read