HomeNewsસુમુલ ડેરીએ ભેંસ અને ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે વધારો કર્યો

સુમુલ ડેરીએ ભેંસ અને ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે વધારો કર્યો


સુરત, તા. 23 ઓક્ટોબર 2022 રવિવાર

સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. 

આ ભાવ વધારો 1 નવેમ્બર2022થી લાગુ પડશે. સુમુલ ડેરી (Sumul Dairy)સાથે જોડાયેલા દૂધ (Milk) ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મલી રહેલ દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

See also  Smc Councillor’s Husband Booked | Surat

આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો સમગ્ર સુરત અને તાપી જીલ્લાના પશુપાલકો માં ખુશી નો માહોલ જોવા મલી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read