HomeNewsસીએનજી વેચાણ બંધ કરવાનો નિર્ણય તા.5 મી નવેમ્બર સુધી મોકૂફ રખાયો

સીએનજી વેચાણ બંધ કરવાનો નિર્ણય તા.5 મી નવેમ્બર સુધી મોકૂફ રખાયો


– મોરબીની દુર્ઘટના અને વડાપ્રધાનની
મુલાકાતને પગલે તા.
3 નવેમ્બર સુધી પ્રશ્નના નિરાકરણની બાંહેધરી મળી છે

          સુરત

મોરબીમાં
બનેલી કરૃણ ઘટનાના પગલે સુરત અને તાપી જિલ્લા ડિલર એસોસીએસન દ્વારા આજથી  સીએનજી વેચાણ અચોક્કસ મુદત સુધી બંધ  રાખવાનો નિર્ણય લેવાયો હતો
, તે તા.૫ નવેમ્બર સુધી
મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સીએનજીના
ભાવ વધારાને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા ૧૫ ટકા વેટમાં ઘટાડો કરીને પાંચ ટકા કર્યા
બાદ ૧૦ ટકા વેટ ડિલરોના બિલમાં આપવાનું શરૃ કરતા વિરોધ શરૃ થયો હતો. આજથી સુરત અને
તાપી જિલ્લાના ડિલર એસોસીએસન દ્વારા જયાં સુધી પાંચ ટકા વેટનું જ ડિલરોને બીલ આપવામાં
નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સીએનજી વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

See also  देश के हर नागरिक को प्रेरणा देने का कार्यक्रम है 'मन की बात' : अमित शाह | भारत

દરમિયાન
એસોસીએશનના હોદ્દેદારના જણાવ્યા મુજબ હાલમાં મોરબીમાં બનેલી દુર્ઘટના તેમજ
વડાપ્રધાનની મુલાકાતના કારણે વહીવટી તકલીફના કારણે તા.૩ નવેમ્બર સુધી પ્રશ્નના
નિરાકરણની બાંહેધરી આપી હોવાથી સીએનજી વેચાણ નહીં કરવાનો નિર્ણય તા.પ નવેમ્બર સુધી
મોકૂફ રાખવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read