HomeNewsસીંગણપોર ખાતે મેડિકલ સ્ટોરમાં લાગેલી આગ દોઢ કલાકે કાબુમાં આવી

સીંગણપોર ખાતે મેડિકલ સ્ટોરમાં લાગેલી આગ દોઢ કલાકે કાબુમાં આવી


  • કતારગામ, મુગલીસરા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા
  • આગને કારણે બાજુમાં આવેલા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ નુકસાન
  • દોઢ કલાકે આગ કાબુમાં આવતા ફાયર્ન જવાનોએ રાહતનો શ્વાસ લીધો

સીંગણપોર સ્થિત હરી દર્શનના ખાડા પાસે સર્જન સોસાયટીમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં સોમવારે સવારે આગ ભડકી ઉઠી હતી. આગને કારણે બાજુમાં આવેલા ફિઝીયોથેરાપી ક્લિનિકમાં પણ નુકસાન થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકે આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો દમ લીધો હતો.

સોમવારે સવારે 8.30 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, સીંગણપોર સ્થિત હરી દર્શનના ખાડા પાસે સર્જન સોસાયટીમાં આવેલા હરિક્રિષ્ણા નામના મેડિકલ સ્ટોરમાં આગ લાગી છે. ત્યારબાદ કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

See also  Surat: સુરતમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત, 14 બોલમાં ફટકાર્યા હતા 42 રન

ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, ફાયર બિગેડની ટીમે દો એક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી. મેડિકલ સ્ટોરમાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે. આગમાં મેડિકલ સ્ટોરમાં મૂકેલી દવા, કોસ્મેટિક સામગ્રી અને ફર્નિચર સહિતનો સામાન મળી ગયો હતો. આગને કારણે બાજુમાં આવેલા સરસ્વતી ફિઝીયોથેરાપી નામના ક્લિનિકમાં પણ નુકસાન થયું હતું. હીટીંગના કારણે એસી અને પંખામાં નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read