HomeNewsસિવિલ અને સ્મીમેરમાં મોટી ટેન્કમાં ઓકસીજનનો જથ્થો ભરી દેવાયો

સિવિલ અને સ્મીમેરમાં મોટી ટેન્કમાં ઓકસીજનનો જથ્થો ભરી દેવાયો


સિવિલમાં
ઓકસીજન જનરેટ પ્લાન્ટમાં મોકડ્રીલઃ સ્મીમેરમાં ઓકસીજન જનરેટ પ્લાન્ટ ચેક થશે

         સુરત,:

ચીન
સહિત દેશમાં કોરોના કેસમાં વધારો થયો અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. જોકે
સાવચેતીના ભાગરુપે કોરોના દર્દીઓ આવે તે માટે 
સિવિલ  અને સ્મીમેર હોસ્પિટલ ખાતે
મોટી ટેન્કમાં ઓકસીજન ભરીને તૈયાર રાખવામાં આવ્યો છે.

 સરકારી સુચના હોવાથી સાવચેતીના ભાગરૃપે બેઠક
યોજીને  સિવિલની સ્ટેમ સેલ બિલ્ડીંગ કમ
કોવિડ હોસ્પિટલમાં સોમવારે સવારથી કોરોના અંગે ઓ.પી.ડી શરૃ કરવામાં આવશે. જેમાં એક
સિનિયર રેસીડન્ટ ડોકટર
, એક રેસીડન્ટ ડોકટર, ત્રણ ઇન્ટન ડોકટર, નર્સિગ સ્ટાફ સહિતના સ્ટાફ રાઉન્ડધી કલોક ફરજ બજાવશે. જયારે હાલમાં તેઓ
સિવિલના સ્પ્રેશીયલ રૃમ ખાતે ફરજ બજાવતા હતા. આ સાથે ત્યાં ૩૦૦  વેન્ટીલેટર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યા
છે.  એટલ જ નહી પણ સિવિલમાં કોવિડ
હોસ્પિટલમાં ૧૭૦૦૦ લીટરના ટેન્ક મુકવામાં આવી છે. આ ટેન્કમાં આજે શુક્રવારે સવારે
૧૦
,૦૦૦ લીટર ઓકસીજન ભરવામાં આવ્યુ છે અને જેમ જરૃર પડશે તે
પ્રમાણે ઓકસીજન ભરાવવામાં આવશે. જયારે સિવિલ ખાતે ઓકસીજન જનરેટ થતા પ્લાન્ટમાં આજે
શુક્રવારે બપોરે ટેસ્ટીંગ કરીને મોકડ્રીલ કરવામાં આવ્યું હતું એવુ સિવિલના
અધિકારીએ કહ્યુ હતું.

See also  સુરતના માંગરોળ અને ઉમરપાળા તાલુકામાં ભારે પવન અને બરફના કરાનો વરસાદ

સ્મીમેર
હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે એક ૨૦ હજાર લીટરની ટેન્ક અને બીજી ૧૦ હજારની લીટરની
ઓકસીજન ટેન્ક મુકવામાં આવી છે. બાદમાં ૨૦ હજાર લીટરની વધુ એક ઓકસીજન ટેન્ક મુકવામી
આવી છે. જયારે આ ત્રણે ટેન્કમાં ઓકસીજન ભરવામાં આવ્યું છે. આ સાથે સ્મીમેર ખાતે ઓકસીજન
જનરેટ માટે ત્રણ પી.એસ.એ પ્લાન્ટ છે. જોકે આ પ્લાન્ટમાં આવતી કાલે શનિવારે ચેક કરવામાં
કરવામાં આવશે. એવુ સ્મીમેરના તબીબી અધિક્ષક ડો. જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read