HomeNewsસિંગણપોરના મેડિકલ સ્ટોરમાં આગ, બાજુમાં ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ નુકસાન

સિંગણપોરના મેડિકલ સ્ટોરમાં આગ, બાજુમાં ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ નુકસાન


Updated: Jan 2nd, 2023

 – મેડિકલ સ્ટોરમાં દવાનો જથ્થો સહીત સામાન બળી ગયો
અને ધુમાડાને લીધે ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નુકસાન થયું

 સુરત,:

સિંગણપોર
ખાતે આજે સોમવારે સવારે એક મેડિકલ સ્ટોરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વધુ પ્રમાણમાં
ધુમાડાથી બાજુમાં આવેલા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નુકસાન થયું હતુ.

ફાયર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર કોઝવે ખાતે આવેલ હરિદર્શનનો ખાડો સર્જન
સોસાયટી ખાતે હરિ દર્શન મેડિકલ એન્ડ ડેન્ટલ નામનો મેડિકલ સ્ટોર આવેલ છે.આજે સાવરે
મેડિકલ સ્ટોર બંધ હતો.ત્યારે ૮.૩૦ વાગ્યાના સુમારે મેડિકલ સ્ટોરમાં અચાનક આગ ફાટી
નીકળી હતી.જોત જોતામાં આગની જ્વાળાઓ અને ઘુમાડો બાહર સુધી દેખાવવા લાગતા સ્થળ ઉપર
હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનના લાશ્કરો દોડી
ગયા હતા.

See also  ત્રણ કરોડનું ટર્નઓવર ધરાવનારને ITના ઓડિટ રિટર્નમાંથી મુક્તિ મળશે

મેડિલ
સ્ટોરમાં દવાનો જથ્થો તથા કોસ્મેટિક્સ તેમજ ફનચર સહિતનો સામાન બળી ગયો હતો.તેમજ
મેડિકલ સ્ટોરની બાજુમાં આવેલા સરસ્વતી ફિજીયોથેરપી નામની  ક્લિનિકમાં પણ ધુમમાડો ઘૂસી જતા એસી
,પંખા સહીત સામાનને
નુકસાન થયું હતું. અડધો પોણો કલાકમાં આગ કાબૂમાં લેવાઇ હતી એમ ફાયર ઓફિસર રમેશ
સેલરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read