HomeNewsસામી દિવાળીએ ઉધના બી ઝોનમાં આંતરિક બદલી કરાતાં વિવાદ

સામી દિવાળીએ ઉધના બી ઝોનમાં આંતરિક બદલી કરાતાં વિવાદ



– ઉધના બી ઝોનના કાર્યપાલક ઈજનેર અને ડેપ્યુટી કમિશનર વચ્ચે ચાલતા શીતયુદ્ધમાં કર્મચારીઓનો મરો 

સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના ઉધના બી ઝોનમાં  બે અધિકારીઓની વચ્ચે ચાલતા શીત યુદ્ધના કારણે કર્મચારીઓની હાલત કફોડી થઈ રહી છે. ડેપ્યુટી કમિશનરે સામી દિવાળીએ ઝોનમાં સંખ્યાબંધ કર્મચારીઓની સાગમટે બદલી કરી દેતા વિવાદ ઉભો થયો છે.  સામી દિવાળીએ અચાનક  બદલી કરી દેવાતા પાલિકામાં અનેક અટકળો થઈ રહી છે.

સુરત મહાનગર પાલિકાના  કર્મચારીઓ દિવાળીની ઉજવણી કરવામાં વ્યસ્ત છે પરંતુ ઉધના બી ઝોન ( કનકપુર)માં કાર્યપાલક ઈજનેર રાજેશ જરીવાલા અને ડેપ્યુટી કમિશનર હર્ષદ કિનખાબવાલા વચ્ચે ઘણા સમયથી હુંસાતુસી ચાલી રહી છે. ડેપ્યુટી કમિશ્નર કિનખાબવાલા પર પાલિકાના શાસક પક્ષ નેતા નો હાથ હોવાથી તેઓ સતત વિવાદમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા ઉધના ઝોનમાં કર્મચારીઓને નોટીસ આપ્યા બાદ નોટીસ પાછી ખેંચવા માટે વહીવટ થયો હોવાનો પણ આક્ષેપ થયો હતો. આ વિવાદ ઠંડો માંડ પડ્યો છે ત્યાં હાલ નવો વિવાદ ઉભો થયો છે.

See also  Surat News: અડાજણમાં લાંચ કેસમાં મહિલા PSIના રાઈટરની કરાઈ ધરપકડ, જુઓ Video

દિવાળીના આડે ગણતરીના દિવસો છે ત્યારે અચાનક ડેપ્યુટી કમિશ્નરે ઉધના બી ઝોનમાં 31 કર્મચારીઓની આંતરિક બદલી કરી દીધી છે. સામાન્ય રીતે બદલી થતી હોય ત્યારે ડેપ્યુટી કમિશ્નર અને કાર્યપાલક ઈજનેર વચ્ચે સંકલન કરીને  બદલી થાય છે પરંતુ અચાનક એક સાથે 31 બદલી કરી દેવામા આવી તેમાં  બન્ને અધિકારીઓ વચ્ચે સંકલન નહી પરંતુ હુસાતુંસી હોવાનું કહેવાય રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read