HomeNewsસરથાણાના ડીમાર્ટમાંથી સામાનની ચોરી કરતા એક ઝડપાયો

સરથાણાના ડીમાર્ટમાંથી સામાનની ચોરી કરતા એક ઝડપાયો



– બેગમપુરાના બેકાર યુવાને ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી,એનર્જી ડ્રીંક, રૂમાલ મળી રૂ.2744 ની મત્તા ચોરી હતી 

– સ્ટોર સંચાલકોએ પકડીને પોલીસને હવાલે કર્યો 

સુરત,તા.19 ઓક્ટોબર 2022,બુધવાર 

સુરતના સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટમાં ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2744 ની મત્તાના ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી,એનર્જી ડ્રીંક, રૂમાલની ચોરી કરનાર બેગમપુરાના બેકાર યુવાનને સ્ટોરના સંચાલકોએ ઝડપી પોલીસને હવાલેકર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડી માર્ટમાં ગતસાંજે એક યુવાન ખરીદી માટે આવ્યો હતો.જોકે, યુવાને કર્મચારીઓની નજર ચૂકવી રૂ.રૂ.2744 ની મત્તાના ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી,એનર્જી ડ્રીંક, રૂમાલની ચોરી કરી હતી.તે બહાર નીકળે તે પહેલા સ્ટોરના સંચાલકોને જાણ થતાં તેમણે તેને ઝડપી પોલીસને હવાલેકર્યો હતો.પોલીસ તપાસમાં તેની ઓળખ હાલ બેકાર હર્ષદભાઇ જયંતીભાઇ જરીવાલા ( ઉ.વ.43, રહેવાસી. ઘર નં.4/649, બેગમપુરા દારૂખાના રોડ, મહિઘરપુરા, સુરત ) તરીકે થઈ હતી.બનાવ અંગે સરથાણા પોલીસે સ્ટોરના કર્મચારી ભાવેશભાઇ સાગરાની ફરિયાદના આધારે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

See also  સોમવારે સામાન્ય સભામાં રજુઆત થઈ અને મંગળવારે કતારગામ ઝોને ડિમોલિશનની કામગીરી કરી

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે સરથાણા યોગીચોક સ્થિત ડી માર્ટમાં ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120 ની મત્તાના ઘી ના પાંચ પેકેટની ચોરી કરનાર બે યુવાન પણ ઝડપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read