HomeNewsસરકારી શાળાઓમાં કલર કોડ લાગુ કરનાર સુરત દેશનું પ્રથમ શહેર બન્યું

સરકારી શાળાઓમાં કલર કોડ લાગુ કરનાર સુરત દેશનું પ્રથમ શહેર બન્યું


  • પાલિકા સંચાલિત તમામ 327 શાળાઓમાં એકસરખો કલર કરાશે
  • શાળાઓની અલગ ઓળખ થઇ શકે તે માટે કલર કોડ લાગુ કરવાનો નિર્ણય
  • શાળાઓ બનશે તેમાં પણ કલર કોડ મુજબ જ કલર કરવામાં આવશે.

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હવે એક જ સરખો કલર કરવામાં આવશે. પાલિકાએ શિક્ષણ સમિતિની 327 શાળામાં કલર કોડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પાલિકા દ્વારા હવે પછી તમામ શાળાઓને એકસરખો કલર કરવામાં આવશે. પાલિકા દ્વારા સંચાલિત શાળાઓની અલગ ઓળખ થઇ શકે તે માટે કલર કોડ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. શાળાઓમાં કલર કોડ લાગુ કરનાર સુરત દેશનું પહેલું શહેર બન્યું છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 327 શાળાઓ 196 ભવનમાં ચલાવવામાં આવે છે. સમિતિની શાળાઓમાં કલરકામની જવાબદારી સુરત મનપા નિભાવે છે. અત્યારે દરેક શાળાને અલગ અલગ કલર કરવામાં આવે છે જેને કારણે દરેક શાળાને ઓળખવી મુશ્કેલ છે. તમામ શાળાઓને એકસરખો કલર કરવા માટે કલર કોડ નક્કી કરવા પાલિકાએ બે કન્સલ્ટન્ટને કામગીરી સોંપી હતી. પાલિકા સમક્ષ અલગ અલગ કલર કોડનો વિકલ્પ મૂકવામાં આવ્યો હતો જે પૈકી એક કલર કોડ નક્કી કરી મંજૂર કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા તાજેતરમાં જે શાળાઓને કલર કરવામા આવ્યો છે તેના કલર બદલવામાં નહી આવે, પરંતુ હવે પછી જેટલી પણ શાળાઓમાં નવા કલર કરવામાં આવશે તે તમામ કલર એકસરખો કલર કોડ મુજબ જ કરવામાં આવશે. કલર કોડનો તાત્કાલિક અસરથી અમલ કરાશે. પાલિકાની જે નવી શાળાઓ બનશે તેમાં પણ કલર કોડ મુજબ જ કલર કરવામાં આવશે.

See also  Surat News: પાવાગઢમાં મૂર્તિ ખંડિત થતા કલેક્ટર કચેરીમાં જૈન સમાજનો વિરોધ,જુઓ Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read