HomeNewsસમાધાનના બહાને બોલાવી ગળે મળ્યા બાદ ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો

સમાધાનના બહાને બોલાવી ગળે મળ્યા બાદ ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો


  • ઉત્તરાયણના દિવસે જ ચાર મિત્રોની હાજરીમાં કરી હત્યા
  • ક્રિકેટ રમવાના મામલે થયેલ ઝઘડાનું કરુણ પરિણામ
  • હત્યા કરનાર લવરમૂછિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

પાંડેસરા નાકોડા ક્રિકેટ રમતી વખતે થયેલાં ઝઘડાનું સમાધાન કરવાના બહાને ફોન કરી બોલાવી ગળે મળ્યા બાદ યુવાનને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. હત્યા કરનાર 19 વર્ષીય લવરમૂછિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પાંડેસરા સિધ્ધિ વિનાયક ફ્લેટ્સની પાછળ આવેલાં નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગત પાંચમી જાન્યુઆરીએ ક્રિકેટ રમવાને લઇને મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પાંડેસરા ગોવાલક રોડ સનાતન ડાયમંડ નગરમાં રહેતાં શિવા ભગવાન શાહુ નામના યુવાન અને બમરોલી રોડ ભક્તિનગર-3માં રહેતાં 19 વર્ષીય દુર્ગેશ ઉર્ફે દિપક વિનોદ પાંડે સાથે માથાકુટ થઇ હતી. આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને દુર્ગેશે 14મી જાન્યુઆરીએ સાંજે ફોન કરીને ઉપરોક્ત ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બોલાવતાં શીવા તેના ચારેક મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો.

See also  સુરતના સીટીલાઇટમાં મોબાઇલ એસેસરીઝની આડમાં ઇ-સિગારેટનું વેચાણ

બધાની હાજરીમાં શીવાને ગળે મળી સમાધાન કર્યાનું જાહેર કરી ગ્રાઉન્ડની સાઇડમાં લઇ ગયો હતો અને પોતાની પાસે રહેલું ચપ્પુ શીવાના પેટમાં મારી ફરાર થઇ ગયો હતો. ઘાયલને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક દિવસની ટૂંકી સારવારને અંતે આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો તે સાથે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપી દુર્ગેશ ઉર્ફે દિપકને ઝડપી લઇ પાંડેસરા પોલીસને સોંપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read