HomeNewsસમયસર બાળકની આંખનો ઈલાજ ન સૂચવતા નવસારીની સરકારી હોસ્પિ.ને રૂ. 70 લાખનો

સમયસર બાળકની આંખનો ઈલાજ ન સૂચવતા નવસારીની સરકારી હોસ્પિ.ને રૂ. 70 લાખનો


  • થોડાંક જ અઠવાડીયામાં તેના જોખમની તપાસ થઈ જવી જરૂરી
  • બાળક અધૂરા માસે જન્મતાં આંખની આરઓપીની ટ્રીટમેન્ટ જરૂરી હતી
  • જન્મના થોડા સમયમાં આ ટ્રીટમેન્ટ ન કરાવાય તો, બાળકે આજીવન અંધાપો વેઠવો પડે છે

અધૂરા માસે જન્મેલા બાળકની આંખના પડદાની ખામીયુક્ત અવસ્થા -આરઓપી- બાબતે તેની માતાને સમયસર યોગ્ય તબીબી સલાહ આપવામાં નિષ્ફળ રહેલી નવસારી જિલ્લાની એક સરકારી હોસ્પિટલ તથા તેના ડોક્ટરોને કસૂરવાર ગણાવી, રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા ભોગ બનનારી હાલ આઠ માસના બાળકની માતાને 70 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ અપાયો છે.

હાલ શ્વસુર પક્ષના ઘર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતી મહિલા નામે સુનિતા ચૌધરીને લગતા કેસની વિગતમાં મહિલાએ 2014ના જૂનમાં નવસારીની એમજી હોસ્પિટલ ખાતે બાળકને અધૂરા માસે જન્મ આપ્યો હતો. 28 અઠવાડિયામાં જન્મ લેનાર અને જન્મ સમયે 1200 ગ્રામ વજન ધરાવતા બાળકને 42 દિવસ આઈસીયુમાં સારવાર અપાઈ હતી. ડિસ્ચાર્જ થયા બાદ માતાએ ફરીથી હોસ્પિટલ જઈને ફરિયાદ કરી હતી કે, બાળકની આંખમાંથી સતત પાણી નીકળે છે, જેની સામે હોસ્પિટલના ડોક્ટર આશા ચૌધરીએ માતાને આંખના ટીપાં આપી કહ્યું હતું કે, તેનાથી સારું થઈ જશે.

See also  નવસારીના વિદ્યાર્થી પર ચાલુ ટ્રેને હુમલો

બાદમાં મહિલા નંદુરબાર આવી ગઈ, પરંતુ સમસ્યા બંધ ન થઈ. મહારાષ્ટ્ર-ચેન્નાઈના આંખના અનેક તજજ્ઞોએ આ બાબતે જણાવ્યું હતું કે, બાળક રેટીનોથેરપી ઓફ પ્રિમેચ્યોરીટી યાને આરઓપી નામની એક ખાસ ખામીના પાંચમા સ્ટેજનો શિકાર હતું અને થોડો સમયમાં જ એ સંપૂર્ણતઃ દ્રષ્ટી ગુમાવી દેવાના આરે પહોંચ્યું હતું. માતાને એ પણ જાણવા મળ્યું કે, અધૂરા માસે જન્મેલ બાળકમાં આવી ખામીનું જોખમ હોય છે, અને થોડાંક જ અઠવાડીયામાં તેના જોખમની તપાસ થઈ જવી જરૂરી છે. આવા જોખમની વહેલી ખબર પડી જાય તો, તેની સારવાર શક્ય છે, પરંતુ આ મહિલાના કેસમાં એ મોડું થઈ ગયું હતું અને તેને લીધે 18 મહિનામાં જ એનું બાળક સંપૂર્ણતઃ અંધ થઈ ચૂક્યું હતું.

See also  Gujarat Weather Update: સુરત, વલસાડ અને નવસારીમાં પડ્યું માવઠું, કેરી, ચીકુના ખેડૂતો ચિંતામાં મુકાયા

આ ઘટનાને પગલે, માતાએ સરકારી હોસ્પિટલ, ઈન્ચાર્જ ડોક્ટર અને ડોક્ટર ચૌધરી સામે 95 લાખ રૂપિયાનો વળતર દાવો માંડતા જણાવ્યું હતું કે, તે એક ગૃહિણી છે અને હોસ્પિટલની એ ફરજ હતી કે સમયસર ઈલાજ સૂચવે. હોસ્પિટલ દ્વારા તબીબી ભાષામાં બચાવ કરાયો હતો અને એવી રજૂઆત કરાઈ હતી કે, એ એક સરકારી હોસ્પિટલ હોવાથી તે ગ્રાહક સુરક્ષાની જોગવાઈના દાયરામાં આવતી નથી. જો કે, પંચે આ દલીલ ફગાવી દીધી હતી. ગ્રાહક સુરક્ષા પંચના પ્રમુખ સભ્ય જે જી મેકવાને કહ્યું હતું કે, હોસ્પિટલમાં બાળકની 42 દિવસ સુધી સારવાર થઈ એ દરમિયાન કોઈ આરઓપી ટ્રીટમેન્ટ માટે સ્ક્રીનીંગ નહોતું કરાયું. ખાસ કરીને અધૂરા માસે અને 1500 ગ્રામથી ઓછું વજન ધરાવતા બાળકો માટે આરઓપી સ્ક્રીનીંગ ફરજીયાત હોય છે. હોસ્પિટલ અને તેની તબીબી ટીમ ફરજમાં આવતા કાળજી અને કૌશલ્ય દાખવવામાં નિષ્ફળ રહ્યા છે અને ડોક્ટરોએ એકંદરે નિષ્કાળજી દાખવી છે તેમજ હોસ્પિટલે ખામીયુક્ત સારવાર કરી છે. આમ, માતાનો કેસ માન્ય રાખીને પંચ દ્વારા 69, 30000 રુપિયા વળતર ઉપરાંત ફરિયાદીને મેડિકલ પેપર્સ ન આપવા માટે રુપિયા 75000 અને કાનૂની પ્રક્રિયા પેટે 10,000 રુપિયા પણ આપવા આદેશ આપ્યો હતો.

See also  Chain snatchers send woman into coma in Surat | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read