HomeNewsસણીયા હેમાદની જમીન હડપનાર પશુપાલક સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો

સણીયા હેમાદની જમીન હડપનાર પશુપાલક સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો


ઘોડદોડ રોડના વૃદ્ધ ડોક્ટર અને તેમના બિલ્ડર ભાઈની

પરિચિત લવજી બાદશાહની ભલામણથી પશુપાલકને ગુજરાન માટે થોડો સમય મફતમાં જમીન આપ્યા બાદ તેણે ખાલી કરવા ઈન્કાર કરી દીધો

Updated: Jan 11th, 2023

– ઘોડદોડ રોડના વૃદ્ધ ડોક્ટર અને તેમના બિલ્ડર ભાઈની

– પરિચિત લવજી બાદશાહની ભલામણથી પશુપાલકને ગુજરાન માટે થોડો સમય મફતમાં જમીન આપ્યા બાદ તેણે ખાલી કરવા ઈન્કાર કરી દીધો

સુરત, : સુરતના ઘોડદોડ રોડના વૃદ્ધ તબીબ અને તેમના બિલ્ડર ભાઈની સણીયા હેમાદની જમીન પોતાનું ગુજરાન ચલાવવા થોડા સમય માટે મફતમાં લીધા બાદ પચાવી પાડનાર પશુપાલક વિરુદ્ધ સારોલી પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

See also  सूरत : वराछा में सड़कों,  घरों और वॉश बेसिन एरिया में जमीन से किचड़ फूट निकला!

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના ભોમદરાના વતની અને સુરતમાં ઘોડદોડ રોડ રામચોક જમનાનગર સોસાયટી બંગલા નં.બી/15 માં રહેતા 71 વર્ષીય ગાયનેકોલોજીસ્ટ ડો.મનસુખભાઈ મોહનભાઈ સેંજળીયાએ કન્સ્ટ્રક્શનનું કામ કરતા નાના ભાઈ હસમુખભાઈ ( રહે.36, સહજપાર્ક રો હાઉસ, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ) સાથે સણીયા હેમાદ રેવન્યુ સર્વે નં.107/1 બ્લોક નં.106 ની જમીન તેના મૂળ માલિકો પાસેથી ખરીદતા તેમણે 8 મે 2013 ના રોજ તેનો દસ્તાવેજ કરી આપ્યો હતો.ત્યાર બાદ થોડા સમય બાદ સુરતમાં સમાજસેવા ક્ષેત્રે જાણીતા પરિચિત ઉદ્યોગપતિ લવજીભાઈ ડાલીયા ( બાદશાહ ) ની ભલામણથી ડો.મનસુખભાઈએ પોતાની જમીન પશુપાલક સુરેશભાઈ સંગ્રામભાઈ ( ધાંધળ ) રબારીને પોતાનું ગુજરાન ચલાવવા થોડા સમય માટે મફતમાં આપી હતી.

See also  सूरत : होली के रंग और पिचकारी के दाम में 25 से 30 फीसदी तक की बढ़ोतरी | सूरत


જોકે, બે વર્ષ અગાઉ ડો.મનસુખભાઈએ જમીન વેચવાની હોય પશુપાલક સુરેશભાઈને ખાલી કરવા કહેતા કહેતા તેમણે બીજી જગ્યા શોધવા સમય માંગ્યો હતો.ત્યાર બાદ કોરોનાને લીધે તેણે વધુ સમય માંગતા ડો.મનસુખભાઈએ કોરોના હળવો થયા બાદ ખાલી કરવા કહ્યું હતું.પરંતુ ડિસેમ્બર 2021 માં ફરી જમીન ખાલી કરવા કહેતા તેણે ફરી એક મહિનાનો સમય માંગી જમીન ખાલી કરી નહોતી અને ગત 9 જુલાઈ 2022 ના રોજ તેણે અને તેના ઘરના સભ્યોએ જમીન ખાલી કરવા સ્પષ્ટ ઈન્કાર કરી દેતા છેવટે ગતરોજ ડો.મનસુખભાઈએ પશુપાલક સુરેશભાઈ વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read