HomeNewsસચિન SEZમાંથી ગત વર્ષની તુલનાએ એક્સપોર્ટમાં 51 ટકાનો વધારો

સચિન SEZમાંથી ગત વર્ષની તુલનાએ એક્સપોર્ટમાં 51 ટકાનો વધારો



સુરત

જેમ્સ-જ્વેલરી,લેઝર ટેકનોલોજી, ફાર્મા કેમીકલ, સોલારમાં એક્સપોર્ટ વધ્યું તો સોફ્ટવેર સર્વિસ, પ્લાસ્ટીક રબર, ટેક્સટાઈલમાં ઘટાડો નોંધાયો

સચીન
સ્થિત સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં ગત વર્ષની તુલનાએ ચાલુ નાણાંકીય વર્ષમાં સોલાર
,જેમ્સ એન્ડ જ્વેલરી,લેઝર ટેકનોલોજી,ફાર્મા કેમીકલ વગેરે ક્ષેત્રમાં 51 ટકા જેટલો વધારો નોંધાયો છે.જ્યારે તમાકુ,સોફ્ટવેર એન્જિનીયરીંગ,પ્લાસ્ટીક રબર તથા ટેક્સટાઈલ ક્ષેત્રમાં નિકાસમાં 39
ટકા ઘટાડો નોંધાયો છે.

સચીનના એસઈઝેડના
સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ-
2020-21માં કુલ એક્સપોર્ટ રૃ.16161 કરોડ અને વર્ષ-202122માં વધીને રૃ.20425 કરોડ થયું
હતું. ગત નવેમ્બર માસની સરખામણીમાં ચાલુ નાણાંકીય વર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં
55 ટકાનો વધારો જોવા મળ્યો છે. એન્જિનિયરીંગ ક્ષેત્રમાં ગત વર્ષની
તુલનાએ એક્સપોર્ટમાં
48 ટકાનો વધારો નોંધાયો છે. ફાર્મા કેમીકલ
ક્ષેત્રમાં
17 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જ્યારે લેઝર સેકટરમાં
પણ વધારો નોંધાયો છે. જ્યારે મેડીકલ સાધનો-ડીવાઈઝનું એક્સપોર્ટ
10 ટકા વધ્યું છે.

See also  एक पल में करोड़पति बना सब्जी बेचने वाला, पुरे परिवार के लिए परेशानी का सबब बना खाते में अचानक आया पैसा | प्रादेशिक

એજ રીતે
ગયા વર્ષે સોલાર સેક્ટરમાં
130 ટકાનો સૌથી વધુ ગ્રોથ એક્સપોર્ટમાં જોવા મળ્યો છે.  સી.એ.દિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઉપરોક્ત
ક્ષેત્રોમાં ગત વર્ષની સરખામણીએ નોંધાયેલા એક્સપોર્ટમાં વધારાથી દેશના અર્થતંત્રને
વેગ મળશે. અલબત્ત એસઈઝેડના પ્લાસ્ટીક રબર
,સોફ્ટવેર સર્વિસ,ટેક્સટાઈલ વગેરે સેકટરમાં એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે.

જે પૈકી
પ્લાસ્ટીક-રબરમાં કુલ
78 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે સોફ્ટવેર સર્વિસમાં 90
ટકાના ઘટાડો થયો છે. જ્યારે સુરત શહેર ટેક્સટાઈલ સીટી હોવા છતાં ગત્ વર્ષે નવેમ્બર
માસની
110 કરોડની નિકાસમાં ચાલુ વર્ષે 39 ટકાના ઘટાડા સાથે ૬૬ કરોડ નોંધાઈ છે. તમાકુના એક્સપોર્ટમાં 0.77 ટકા ઘટાડો થયો છે.

 

વર્ષ નવેમ્બર-2022નવેમ્બર-2021

કોમોડીટી

See also  अहमदाबाद : गुजरात में दो दिनों तक आंधी के साथ हो सकती है बारिश | अहमदाबाद

જેમ એન્ડ જ્વેલરી 19442 12539

એન્જિનિયરીંગ  99.43          80

ફાર્મા કેમિકલ       431         368

લેઝર                30          21

મેૅડિકલ ડિવાઇસ  162         146

સોલાર              186          80

પ્લાસ્ટીક રબર       22         104

સોફ્ટવેર સર્વિસ      08          81

ટેક્સટાઇલ           66         110

તમાકુ            32.71       32.96

કુલ એક્સપોર્ટ 20,425 16,161     

(નોંધઃ
આંકડા કરોડમાં)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read