HomeNewsસચિન જીઆઇડીસીમા વેકેશન દરમિયાન પોલીસ સાથે સિક્યોરિટીના જવાનો પેટ્રોલિંગ કરશે

સચિન જીઆઇડીસીમા વેકેશન દરમિયાન પોલીસ સાથે સિક્યોરિટીના જવાનો પેટ્રોલિંગ કરશે


  • વેકેશન દરમિયાન કારાખાનાઓ બંધ હોવાથી ચોરીની આશંકા
  • માલ-સામાનની સુરક્ષા માટે પોલીસ સાથે સિક્યુરિટી ગાર્ડ તૈયાર
  • 15 સિક્યુરિટી ગાર્ડ સાથે 3 પેટ્રોલિંગ વાનની વ્યવસ્થા કરવામાં આવી

સચિન જીઆઇડીસીમાં દિવાળી વેકેશન દરમિયાન બંધ એકમોમાં ચોરી નહીં થાય અને સુરક્ષા માટે પોલીસ અને સચિન ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના સિક્યોરીટી ગાર્ડના જવાનો 24 કલાક રાત-દિવસ પેટ્રોલિંગ કરશે. શહેરના હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં દીવાળી વેકેશનની શરુઆત થઇ ગઇ છે. વેકેશન દરમિયાન કારખાના બંધ હોવાથી ચોરી જેવી ઘટનાઓ બને છે. જેને રોકવા માટે ઉદ્યોગકારોએ પહેલાથી જ તૈયારી કરી છે. સચિન જીઆઇડીસીમાં 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દીવાળી વેકેશન રહેશે. ત્યારે કારખાનાઓમા માલ સામાનની સલામતી માટે પોલીસના જવાનો સાથે સચિન ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના 15 સિક્યોરિટી ગાર્ડના જવાનો જીઆઇડીસી વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગ કરશે. જેના માટે 3 પેટ્રોલિંગ વેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

See also  सर्राफा बाजार- सोना चांदी की कीमत में मामूली तेजी से राहत | कारोबार

દરેક વેનમાં 1 પોલીસનો જવાન અને સિક્યોરિટી ગાર્ડ રહેશે

1 નવેમ્બર સુધી આ વ્યવસ્થા કાયમ રહેશે. સચિન જીઆઇડીસીના ઉદ્યોગકાર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, વેકેશન દરમિયાન યુનિટો બંધ રહે છે. ત્યારે કોઇપણ ચોરી કે અન્ય ઘટનાઓ નહીં બને તે માટે સાવધાની તરીકે પોલીસ અને એસોસિએશનના 15 સિક્યોરિટી ગાર્ડના જવાનો સંયુક્ત રીતે 24 કલાક જીઆઇડીસીમાં પેટ્રોલિંગ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read