HomeNewsસચિન ગોડાઉન પરથી સરકારી અનાજ ખરીદનાર બારડોલીનો મેહુલ ભૂગર્ભમાં

સચિન ગોડાઉન પરથી સરકારી અનાજ ખરીદનાર બારડોલીનો મેહુલ ભૂગર્ભમાં


  • પોલીસે ટેમ્પો ડ્રાઈવર, ટ્રકમાલિક
  •  ગોડાઉન મેનેજર સહિતનાં નિવેદન લીધાં
  • ગાંધીનગરની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે પણ સ્ટોકની ઊલટતપાસ જારી

સચિન ગોડાઉન પરથી સગેવગે કરાયેલું સરકારી અનાજ ખરીદનાર બારડોલીનો મેહુલ ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટેમ્પો ડ્રાઈવર, ટ્રકમાલિક, ગોડાઉન મેનેજર તેમજ શ્રામિકોનાં નિવેદન લીધાં હતાં, પરંતુ મેહુલનું નિવેદન લેવા ઘરે પહોંચતા તે વીતેલા ચાર-પાંચ દિવસથી ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ગાંધીનગરની ટીમે સતત ત્રીજા દિવસે સરકારી અનાજના સ્ટોકની ઊલટતપાસ જારી રાખી છે. સંભવતઃ તેઓની તપાસ બુધવારે અથવા ગુરુવારે પૂરી થઈ જશે. ત્યારબાદ તેઓ નિયામકને રિપોર્ટ સબમિટ કરશે.

સુરતમાં ગરીબોના હકનું અનાજ ચાંઉ કરી જનારા અનાજમાફિયાઓની પોલ ઉઘાડી પડી ગઈ છે. દિવાળીના રજાના દિવસોમાં સચિન ગોડાઉન પરથી બારોબાર સરકારી અનાજ વેચી દેવાનો ખેલ ઊંધો પડી ગયા બાદ હરકતમાં આવેલા સરકારીતંત્રએ તળિયાઝાટક તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લા પુરવઠા અધિકારી અને ગાંધીનગરની ટીમે સ્ટોકની ઊલટતપાસ કરતાં અનાજમાફિયાઓના પગ તળેથી જમીન ખસી જવા પામી છે. ખાસ કરીને ગત 27મીને ગુરુવારના રોજ સરકારી અનાજ ભરેલા જે ટેમ્પો ઝડપાયા હતા, તે બારડોલી મેહુલ નામના વ્યક્તિને ત્યાં જઈ રહ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

See also  Bardoli: 12-year-old Boy Booked For Rape Of 5-yr-old Girl | Surat

પોલીસે ટેમ્પો ડ્રાઈવર, ટ્રકમાલિક, ટેમ્પોમાલિક, ગોડાઉન મેનેજર અને ગોડાઉન પર કામ કરતાં શ્રામિકોનાં નિવેદન લીધાં છે. આ ઉપરાંત અનાજ પહોંચાડવાનું કામ કરતાં કોન્ટ્રાક્ટરના પણ નિવેદન લીધાં છે. ત્યારે આ નિવેદનને આધારે સમગ્ર અનાજ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ બારડોલીનો મેહુલ હોવાનું સામે આવ્યું છે. બારડોલીનો મેહુલ આખેઆખી ટ્રક ખરીદી લેતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

એટલું જ નહીં અગાઉ પણ સરકારી અનાજ સગેવગે કરવાના કાંડમાં હાથ કાળા કરી ચૂક્યો છે. ત્યારે 27મીના રોજ ત્રણ ટેમ્પો ભરેલું સરકારી અનાજ પણ મેહુલને ત્યાં જ ડિલિવરી કરવામાં આવી રહ્યું હતું. આ ટેમ્પો અધવચ્ચેથી પરત બોલાવાયા હતા. દરમિયાન પોલીસે મેહુલનું નિવેદન લેવા તજવીજ હાથ ધરતાં તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ મેહુલ ફરાર થઈ ગયો હતો. જોકે, બે દિવસથી મેહુલ બારડોલી ટાઉનમાં નજરે ચઢી રહ્યો છે.

See also  गुजरात : वलसाड में 6 छात्र नदी में डूबे, 2 की मौत, 4 को बचाया गया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read