HomeNewsસચિન કપ્લેથા ચેકપોસ્ટ પરથી 60 લાખના એમ.ડી. સાથે નાનપુરાના ચાર ઝડપાયા

સચિન કપ્લેથા ચેકપોસ્ટ પરથી 60 લાખના એમ.ડી. સાથે નાનપુરાના ચાર ઝડપાયા


  • સચિનના કપ્લેથા ચેકપોસ્ટ પાસે વહેલી સવારે SOGનું  ઓપરેશન
  • દિવાળીની ભીડનો લાભ લઇ શહેરમાં એમ.ડી. ડ્રગ્સ લાવવાનો કારસો
  • સુરતમાં નાના પાયે પેડલર અને ગ્રાહકોને આપવાના હતા.

સચિનના કપ્લેથા ચેકપોસ્ટ ઉપર મળસકે sogએ  ઓપરેશન હાથ ધરી દિવાળીની રજાનો લાભ લઇ એમ.ડી. ડ્રગ્સ ઘુસાડવા માંગતા ચાર ડ્રગમાફિયાઓને ઝડપી લીધા હતા. આ ત્રિપુટી પાસેથી 60 લાખની કિંમતનું 600 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે લેવાયું હતું.

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી અને તેમની ટીમે મંગળવારે મધ્યરાત્રિથી સચિનના કપ્લેથા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. રૂદરપુરાના રિઝવાન મોહમંદઅલી, ખંડેરાવપુરાનો મો. તૌહિદ આરીફ, નાનપુરાનો મો. અઝરૂદ્દીન શેખ અને ઇમરોજ એક સ્વીફ્ટ કારમાં એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો લઇને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. મુંબઇથી આ જથ્થો લઇને નીકળ્યા હોવાનું અને પોલીસની નજરથી બચવા તેઓ નવસારી તરફથી આવી રહ્યા હતા. મળસકે આ કાર કપ્લેથા ચેકપોસ્ટ પાસે પહોંચતા જ પોલીસે ઘેરો ઘાલી તેમને દબોચી લીધા હતા. ઝડતી દરમિયાન તેમની પાસેથી 600 ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં 60 લાખની કિંમતના આ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવતાં જ ઉપરી અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. મુંબઇથી આ જથ્થો લઇ આવનાર આ ચાર સુરતમાં નાના પાયે પેડલર અને ગ્રાહકોને આપવાના હતા.

See also  सूरत :  मेट्रो संचालन के चलते महिधरपुरा टावर रोड बंद होने से जाम की समस्या और बढ़ गई | सूरत

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read